રાપર પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી તો ટ્રાફિક ને નડતરરૂપ સામે પગલાં લેવા મા આવ્યા

કચ્છ – રાપર – તારીખ – ૨૪/૦૧/૨૦૨૨ સોમવાર આજે રાપર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ને નડતરરૂપ વાહનો અને નડતરરૂપ ચીજવસ્તુઓ રાખતા વેપારીઓ સામે લાલ આંખ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા પીએસઆઇ જી જી જાડેજા અને પોલીસ સ્ટાફ દ્વારા આજે શહેર ના એસ.ટી રોડ દેના બેંક ચોક સલારી નાકા ભુતિયા કોઠા માર્ગ ખોડીયાર મંદિર રોડ ત્રંબૌ ચોકડી રોડ માલી ચોક સહિતના વિસ્તારોમાં માસ્ક વગર ફરતા લોકો અને વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી જેમાં એમવીએકટ ૨૦૭ મુજબ ૩ .આઇપીસી ૨૮૩ મુજબ ૧ કલમ ૧૮૮ હેઠળ ૨ કેસ દાખલ કર્યો હતો તો સ્થળ પર ૧૨૦૦/= નો દંડ ફટકાર્યો હતો આજે યોજાયેલ આ કાર્યવાહી મા પીઆઇ રાણા પીએસઆઇ જાડેજા એએસઆઇ દિનેશ ભાઈ ગોહિલ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ચુડાસમા જયેશ ભાઈ ચૌધરી સહિત પોલીસ તેમજ ટીઆરબી સ્ટાફ જોડાયો હતો. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: