એમ્બ્યુલન્સ વિના વલખા મારતુ ફતેહગઢ નુ આરોગ્ય કેન્દ્ર તાલુકા પંચાયતના સદસ્ય ની ઉચ્ચ ક્ક્ષાએ રજૂઆત

રાપર તાલુકા ના ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં જિલ્લા પંચાયત થી એમ્બ્યુલન્સ માટે 1500000/- ની ફાળવણી બાદ પણ એમ્બ્યુલન્સ નો કોઈ પતો નથી ઉપર થી બેલા માં પડેલી જૂની એમ્બ્યુલન્સ ફતેહગઢ માં મોક્લવવાની વાતો થઇ રહી છે ત્યારે તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા રાપર તાલુકા હેલ્થ ઓફિસર મોતીલાલ રાય સાહેબની સાથે જાણકારી મેળવવા માટે વાત કરતા આ અધિકારી વતીથી ઉલટ – સુલટ જવાબ આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે ઓ માઢક સાહેબ ને ફરિયાદ કરવામાં આવી

અને જિલ્લા પંચાયત ના પ્રમુખ ઉપ પ્રમુખ અને તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી ઓને આ બાબત જાણ કરવા માં આવી અધિકારી બિન જવાબદારી પૂર્વક ઉત્તર જો જનતાના પ્રતિનિધિઓ ને આપતા હોય તો આમ જનતાનું ક્યારે સાંભળશે. માટે આવા લોકો સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: