રાપર પોલીસ દ્વારા વેપારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી

રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે ત્યારે રાપર શહેર મા ટ્રાફિક અને કોવિડ-૧૯ની અંતર્ગત કોરોના ના નિયમો નું કડક પાલન થાય તે માટે હાલ મા રાપર આવેલા પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા એ રાપર શહેર ના વેપારી મંડળ અને જુદા જુદા સંગઠનો તેમજ આગેવાનો માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલભાઈ જોશી નિલેશ માળી મુળજી પરમાર ઇસ્માઇલ પણકા અનવરશા હાજીભાઈ ખાસકેલી સહિત વેપારી મંડળના પ્રમુખ તેમજ મહામંત્રી સાથે બેઠક યોજી હતી અને વેપારીઓ ને પોતાની દુકાનો પાસે શાકભાજી વેચવા વારા તેમજ રોડ પર ટ્રાફિક ને નડતરરૂપ ચીજવસ્તુઓ ના રાખવા માટે અનુરોધ કર્યો હતો અને દુકાનો તેમજ મોલ મા કોવિડ-૧૯ ની અંતર્ગત કોરોના ગાઇડ લાઇન મુજબ કામગીરી હાથ ધરવા માટે જણાવ્યું હતું કે તો શહેરમાં એસ.ટી બસ સ્ટેન્ડ થી માલી ચોક અને સલારી નાકા થી ભુતિયા કોઠા થઈ માલી ચોક ના માર્ગે દિવસ દરમિયાન ફોર વ્હીલર અને હેવી વાહનો ને નો એન્ટ્રી કરી છે તો ટ્રાફિક જામ થઇ જાય એ રીતે દુકાનદારો અને હાથલારી વારા કરશે તો કડક પગલાં લેવામાં આવશે એવી ચેતવણી પીઆઇ રાણા એ ઉચ્ચારી હતી આજે મળેલી બેઠકમાં પીઆઇ રાણા પીએસઆઇ જી જી જાડેજા તેમજ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા પોલીસ ની કડક કાર્યવાહી થી લોકો મા આનંદની લાગણી વ્યાપી છે. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: