રાપર ખાતે સદ્ ભાવના સંમેલન મા કેન્દ્રીય મંત્રી એ સદ્ ભાવના કેળવાય તે માટે હાકલ કરી

આજે રાપર નગરપાલિકા ના ટાઉન હોલમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે કેન્દ્રીય મંત્રી સામાજિક અને ન્યાય અધિકારીતા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા એ એ ઉપસ્થિત જન સમુદાય ને જણાવ્યું હતું કે નાત જાત જાતના ભેદભાવ દૂર કરવા મા આવે તો જ દેશમાં સાચી સદ્ ભાવના લેખાશેજાતિવાદ ને નાબૂદ કરવા માટે જરૂરી છે સંવિધાન ને માનવામાં આવે તે જરૃરી છે અમો બધા ભારતીય છીએ ડો બાબા સાહેબ એ કહ્યું હતું કે હું પહેલાં ભારતીય નાગરિક છું એટલે આજે જે અલગ અલગ સમુદાય મા જે નાત જાત ના ભેદભાવને નાબૂદ કરવા માટે જરૂરી છે સંવિધાન મુજબ આજે તમામ ભારતીયો એ એક બનવા માટે હાકલ કરી હતી આજે યોજાયેલ સદ્ ભાવના સંમેલન મા રાપર તાલુકાના ગામે ગામ થી લોકો ઉપસ્થિત રહ્યા હતા 

જેમાં જયંતિ ભાઈ ગડા અશોક ભાઈ ભટ્ટી ચુનીલાલ ગાલા વેલજી ભાઈ ગડા અમરસીભાઈ ગાલા રમેશ છેડા શાંતિ લાલ શાહ મણીલાલ ગડા સામજી ભાઈ છેડા દેવજી ભાઈ છેડા મણીલાલ ભારા ગડા લાલજીશંકર ભાઈ ડુંગરીયા જયંતિ ભાઈ ગડા અશોક રાઠોડજિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે. એ. બારોટ ડી. એન. ભોજગોતર સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ઉપરાંત આજે યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકાર ના પંચોતેર મા વર્ષ આઝાદી નું અમૃત મહોત્સવ તરીકે ઉજવાય છે ત્યારે ભારત મા જાતિવિહિન. વર્ગ વિહિન અને સમતામુલક સમાજ ની સ્થાપના ના સંદેશ સાથે આરપીઆઇ આથવલે ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્ર ના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રામદાસ આઠવલે એ રાપર ખાતે સદ્ ભાવના સંમેલન ને સંબોધન કરેલ

જેમાં આ કાર્યક્રમમાં સહયોગી તરીકે રાપર તાલુકા સમસ્ત ગુર્જર મેઘવંશી સમાજ અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર સમાજ ડો. બાબાસાહેબ આંબેડકર દલિત વિકાસ ટ્રસ્ટ કાનમેર ઘાણીથર ગાગોદર જય ભીમ યુવા ગૃપ વાગડ ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજ સુધારણા સંગઠન ભીમ શકિત યુવા ગૃપ ભીમાસર જય ભીમ સેવા સમિતિ આડેસર ભીમ શકિત યુવા ગૃપ મચ્છુ નગર ગાંધીધામ ગજાનંદ ગુર્જર મેઘવાળ સમાજ વિગેરે ના અશોક ભાઈ ભટ્ટી જયંતિ ભાઈ ગડા જતિન ભુતા શંકરભાઈ ડુંગરીયા લીલાવતી બેન વાઘેલા અશોક રાઠોડ બાબુ ભાઈ રાંકાણી કાંતિલાલ સોલંકી મેધજીભાઈ ગોહિલ સંજય રાજગોર જીવણજી જાડેજા નિતીન જોશી નારી હેમલાણી જયેશ ઠક્કર રાજેશ હિરાણી હરેશ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આથવલે ના ધર્મેન્દ્ર ગોહિલ અને તેમની ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમ ની શરુઆત ડો. બાબાસાહેબ આંબેડકર ની તસવીર ને હારતોરા તેમજ દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: