રાપર શહેરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ આયુષ વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળો વિતરણ કરવામાં આવ્યો

રાપર હાલ ચાલી રહેલા કોરોના કોવિડ-“૧૯ ના સંક્રમણ વચ્ચે તેમજ ઓમિક્રોનના સંક્રમણ સામે રક્ષણ આપવા માટે રાપર શહેર મા અર્બન હેલ્થ સેન્ટર અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળો રાપર શહેરમાં સાવલા હોસ્પિટલ પાસે દેના બેંક ચોક ખાતે વિતરણ કરવામાં આવ્યો હતો આ અંગે ડોક્ટર મોહિની બેન હળપતિ એ જણાવ્યું હતું કે રાપર શહેર મા બહાર ગામ થી આવતા તેમજ શહેરી લોકો ને કોરોના સંક્રમિત ના થાય તે માટે આયુર્વેદિક ઉકાળો બનાવી વિતરણ કરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો આજે ઉકાળો વિતરણ સમયે આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા – રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: