રાપર પીઆઇ એ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ફૂટમાર્ચ યોજી હાથ ધરી તો રાપર પોલીસે માસ્ક પહેરવા માટે સુચના આપી

કચ્છ – રાપર – તારીખ – ૨૧/૦૧/૨૦૨૨ શુક્રવાર –  તાજેતરમાં પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ એ પૂર્વ કચ્છ પોલીસ મા પોલીસ ઇન્સ્પેક્ટર અને પી.એસ.આઇ ની આંતરિક બદલીઓ કરી હતી તે મુજબ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે અંજાર થી આવેલા પીઆઇ એમ. એન. રાણા એ આજે ચાર્જ સંભાળતા ની સાથે જ રાપર શહેરમાં તમામ પોલીસ કર્મચારીઓ સાથે નું ફુટ પેટ્રોલીંગ હાથ ધરેલ ઉપરાંત માસ્ક પહેર્યા વગર ફરતા લોકો ને માસ્ક વિતરણ કરી માસક પહેરવા માટે સુચના આપી હતી 

તો રાપર શહેર મા ટ્રાફિક માટે બની ગયેલી સમસ્યા દૂર કરવા માટે આજે ખુદ પોલીસ ઈન્સ્પેક્ટર રાણા પીએસઆઇ જી. જી જાડેજા એએસઆઇ દિનેશ ભાઈ ગોહિલ પ્રહલાદસિંહ ચુડાસમા જયેશ ચૌધરી બીંદુભા જાડેજા સહિત પોલીસ હોમગાર્ડ જી આરડી તેમજ ટ્રાફીક બ્રિગેડના જવાનો સહિત નો સ્ટાફ માલી ચોક એસ.ટી બસ સ્ટેન્ડ રોડ દેના બેંક ચોક સલારી નાકા રોડ ભુતિયા કોઠા માર્ગ ખોડીયાર મંદિર રોડ ત્રંબો રોડ સહિતના વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધરેલ અને આડેધડ પાર્ક થતાં વાહનો સામે તવાઈ હાથ ધરવા ની સુચના આપી હતી 

તો રાપર શહેરમાં વગર માસ્કે ફરતા લોકો તેમજ દુકાનદારો સામે પગલાં લેવા માટે તેમજ કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ના નિયમો અનુસાર કડક અમલવારી કરવા માટે ની તૈયારી બતાવી છે પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અંજાર મા કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કોરોના ના ફેલાય તે માટે તેમજ ટ્રાફીક સમસ્યા દૂર કરવા માટે કામગીરી હાથ ધરી હતી અંજાર ની જેમ જ રાપર ને કોરોના મુક્ત તેમજ ટ્રાફીક સમસ્યા મુક્ત સ્વચ્છ શહેર બનાવવાની હામ ભીડી છે આગમી દિવસોમાં પોલીસ દ્વારા માસ્ક તેમજ ટ્રાફીક સમસ્યા અંગે કડક કાર્યવાહી કરવા મા આવશે આમ આજે રાપર શહેરમાં પેટ્રોલીંગ દ્વારા શહેરની સમસ્યા અંગે જાત માહિતી પીઆઇ રાણા એ મેળવી હતી. રીપોર્ટ – મહેશ રાજગોર 

Leave a Reply

Your email address will not be published.

error: