રાપર મામલતદાર કચેરી મા મામલતદાર નાયબ મામલતદાર અને ક્લાર્ક કોરોના સંક્રમિત

રાપર તાલુકા મામલતદાર કે. આર. ચૌધરી કોરોના સંક્રમિત થતાં હડકંપ મચી ગયો છે સાથે આજે રાપર તાલુકા મામલતદાર કચેરીમાં અન્ય કર્મચારીઓ નો રેપિડ ટેસ્ટ કરવામાં આવતા નાયબ મામલતદાર ચૂંટણી શાખા તેમજ કલાર્ક ને કોરોના સંક્રમિત થયા નો રિપોર્ટ આવ્યો હતો રાપર મામલતદાર ચૌધરી ઉતર ગુજરાત માદરે વતન મહેસાણા ગયા હતા ત્યારે કોરોના સંક્રમિત થઈ આવ્યા હતા ત્યારે મામલતદાર એ રેપિડ ટેસ્ટ કરાવતા કોરોના સંક્રમિત નો રિપોર્ટ આવ્યો હતો ત્યારે રાપર મામલતદાર કચેરી મા હડકંપ મચી ગઈ હતી આજે રાપર મામલતદાર કચેરી ના ત્રેવીસ કર્મચારીઓ ના કોવિડ ટેસ્ટ કરાવવા મા આવ્યા હતા જેમાં નાયબ મામલતદાર અને ક્લાર્ક ને રેપિડ ટેસ્ટ મા પોઝીટીવ આવ્યો હતો મામલતદાર કચેરી મા ખુદ મામલતદાર કોરોના સંક્રમિત થયા છતાં રાપર મામલતદાર કચેરી ખુલ્લી રહી હતી મામલતદાર કચેરી મા કોઈપણ જાતના કોરોના ના નિયમો નું પાલન કરવામાં આવતું નથી ઉપરાંત રાપર તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી ની નજીક આવેલ છે


આજે રાપર મામલતદાર કચેરી મા ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે છતાં રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંત્રી ઓ ની મિટિંગ બોલાવવામાં આવી હતી હાલ રાજ્ય સરકાર દ્વારા કોઇ પણ જાતની કર્મચારીઓ ની મિટિંગ બોલાવવા ની મનાઈ છે કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી થી બચવા માટે ઓનલાઈન મિટિંગ કર્મચારીઓ ની બોલાવવામાં આવી રહી છે તેમ છતાં રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ ની મિટિંગ બોલાવવા મા આવી હતી નજીક મા આવેલ મામલતદાર કચેરી કચેરીમાં કોરોના નો કેસ આવતા કચેરી શરૂ રાખવા મા આવી હતી મામલતદાર કચેરી રજીસ્ટાર કચેરી ઇધરા તાલુકા પંચાયત બાંધકામ  જેલ તેમજ રાડા કચેરી આવેલી છે ત્યારે રાપર તાલુકા ની સરકારી કચેરીઓ મા કોરોના ગાઇડલાઇન નો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે તે જોવા મળે છે ત્યારે રાપર તાલુકા મા ધીમે ધીમે કોરોના સંક્રમિત ના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓ મા કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની ગાઈડ લાઈન નો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે આજે ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે છતાં રાપર મામલતદાર કચેરી ઈધરા રજીસ્ટાર તેમજ રાડા કચેરી ખુલ્લી રહી હતી અને લોકો કોઈ પણ પ્રકારના નિયમો વગર જોવા મળતા હતા –  – રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: