રાપર મામલતદાર ચૌધરી કોરોના સંક્રમિત

રાપર તાલુકા મામલતદાર કે. આર. ચૌધરી કોરોના સંક્રમિત થતાં હડકંપ મચી ગયો છે રાપર મામલતદાર ચૌધરી ઉતર ગુજરાત માદરે વતન મહેસાણા ગયા હતા ત્યારે કોરોના સંક્રમિત થઈ આવ્યા હતા ત્યારે મામલતદાર એ રેપિડ ટેસ્ટ કરાવતા કોરોના સંક્રમિત નો રિપોર્ટ આવ્યો હતો ત્યારે રાપર મામલતદાર કચેરી મા હડકંપ મચી ગઈ હતી આજે રાપર મામલતદાર કચેરી ના ત્રેવીસ કર્મચારીઓ ના કોવિડ ટેસ્ટ કરાવવા મા આવ્યા હતા મામલતદાર કચેરી મા ખુદ મામલતદાર કોરોના સંક્રમિત થયા છતાં રાપર મામલતદાર કચેરી ખુલ્લી રહી હતી મામલતદાર કચેરી મા કોઈપણ જાતના કોરોના ના નિયમો નું પાલન કરવામાં આવતું નથી તેમ છતાં આ કચેરીમાં કોરોના નો કેસ આવતા કચેરી શરૂ રાખવા મા આવી હતી મામલતદાર કચેરી રજીસ્ટાર કચેરી ઇધરા નજીક મા જેલ તેમજ રાડા કચેરી આવેલી છે ત્યારે રાપર તાલુકા ની સરકારી કચેરીઓ મા કોરોના ગાઇડલાઇન નો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે તે જોવા મળે છે. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: