રાપર તાલુકા ના સાનગઢ ગામે વિર માંધાતા ની જન્મ જયંતિ ઉજવાઇ

કચ્છ – રાપર – ૧૭/૦૧/૨૦૨૨ – સોમવાર – રાપર કોળી સમુદાય ના ઇસ્ટ દેવ સમ્રાટ વિર માંધાતા ની જન્મ જયંતી ભાગરૂપે રાપર તાલુકાના સાનગઢ ગામે માંધાતા યુવા ગ્રુપ રાપર તાલુકાના નેજા હેઠળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું  હતું જેમા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી વિર માંધાતા ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ તેમજ સાનગઢ ગામની જી.આર.ડી સેવા આપતી બે દિકરીઓ નું  સરપંચ દ્વારા સન્માન કરવામાં કરવામાં આવ્યુ જેમા રૂઢીચુસ્ત રીવાજ છોડીને જાગૃતીનો સંદેશ દેવામા આયો હતો ત્યાર બાદ  સમાજ જાગૃતિ ના કાર્યક્રમ માં વિર માંધાતા વિષે ઐતિહાસિક જાણકારી તેમજ વિવિધ સામાજિક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમ ના અધ્યક્ષ માંધાતા યુવા ગ્રુપતેમજ ઠાકોર સેના રાપર તાલુકા પ્રમુખ  હરેશભાઈ ઠાકોર દ્વારા સમાજ ના યુવાઓને સંગઠિત થ‌ઈ સમાજના હક્કો અધિકારો પ્રત્યે જાગૃતિ થવા આહવાન કરાયું હતું જેમાં ખાસ ભાર સમાજનું મજબૂત સંગઠન બનાવવા પર મુકાયો હતો   આ પ્રસંગે સાનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ  અમરાભાઇ નવ ઠાકોર સહિત સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: