રાપર તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેને કુપોષિત બાળકો ને તંદુરસ્ત બનાવવા ૫ બાળકો ના વાલી બની અનોખી જન્મ દિવસ ની ઉજવણી કરી

કચ્છ – રાપર – ૧૫/૦૧/૨૦૨૨ – શનીવાર – રાપર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કિશોર મહેશ્વરી ૧૫ જાન્યુઆરી એ તેમના જન્મ દિવસ નિમિત્તે તેમની તાલુકા પંચાયત સુવઈ સીટ હેઠળ આવતા સુવઈ, વણોઇ, વણોઇ વાઢ ના  અતિકુપોષિત બાળકો ની શ્રેણી માં આવતા ૫ બાળકો ને તંદુરસ્ત બને એ માટે તાલુકા સી.ડી.પી,ઓ, આંગણવાડી સુપર વાઇઝર, આંગણવાડી વર્કર સાથે સંકલન કરી ને   

આ બાળકો ના તંદુરસ્ત થાત એવી નેમ સાથે પોતે વાલી બની તેમના માટે એક વર્ષ સુધી પોષણ કીટ આપી તેમજ આ બાળકો ની નિયમિત સાર સંભાળ, અને હેલ્થ ચેકઅપ સાથે  માતા પિતા ને યોગ્ય નિયમિત માગદર્શન સાથે આ બાળકો તંદુરસ્ત બને તેવા પ્રયત્ન કરવા માં આવશે,

આ ઉપરાંત તેમના જન્મ દિવસ નિમિતે રાપર મધ્યે ગ્રામ્ય સેવા સંગઠન સંચાલિત દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર મધ્યે તેમજ ભુજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય મધ્યે મિષ્ઠ ભોજન સાથે સેવાકીય કાર્યો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરી હતી

Leave a Reply

Your email address will not be published.

error: