બાલાસર થી ધોરાવીરા નો જર્જરીત હાલતનો માર્ગ રિપેર કરવા માટે ઉઠતી માંગણી

કચ્છ – રાપર – ૧૫/૦૧/૨૦૨૨ – શનીવાર – રાપર હાલ મા કેન્દ્ર સરકાર દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી મા ધોરાવીરા નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આ વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી મા જે સ્થળ નો સમાવેશ થાય તે સ્થળે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જોઇએ પરંતુ ખાટલે મોટી ખોટ સમાન આ વિસ્તારમાં આવેલા બાલાસર થી ધોરાવીરા ના ૪૯ કી. મી. ના માર્ગ  કે જે છેલ્લા ત્રણ ચાર વર્ષ થી ભંગાર હાલતમાં છે તે માર્ગ રિપેર કરવા કે નવો રિફેશમેન્ટ કરવામાં આવે તે માટે રાપર તાલુકા ના શિરાંનીવાંઢ ના નવનિયુક્ત સરપંચ હરેશ ભાઈ ઠાકોર એ માંગણી કરતાં જણાવ્યું હતું કે આ માર્ગ પર થી પસાર થવું દુષ્કર બની ગયું છે કારણ કે ઠેરઠેર ખાડા પડી ગયા છે અને ડામર રોડ પર થી ડામર ગાયબ થઈ ગયો છે જેના લીધે આ માર્ગ પર આવેલ વીસ જેટલા ગામો ના લોકો અને સિત્તેર જેટલી વાંઢ વિસ્તારમાં રહેતા લોકોને આરોગ્ય સેવા માટે એમ્બ્યુલન્સ તેમજ આવવા જવા માટે મુશ્કેલી ઉભી થઈ છે તો તાલુકા મથકે રાપર પહોંચવા માટે એસી કિલો મીટર નો માર્ગ છે જે એક થી દોઢ કલાક થાય તેની જગ્યાએ ત્રણ કલાક જેટલો સમય લાગે છે તો ખડીર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલ સરહદી વિસ્તાર ધરાવતા આ વિસ્તારમાં અઢાર જેટલી સરહદી વિસ્તાર મા ચોકી કરતાં બીએસએફ ના કેમ્પ આવેલા છે જેમને આવવા જવા માટે મુશ્કેલ પડે છે જો આ માર્ગ ને તાત્કાલિક અસરથી રિફેશમેન્ટ કે રિપેરીંગ નહિ કરવા મા આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અવારનવાર નેશનલ હાઈવે ઓથોરિટી પાસે રજૂઆત કરવામાં આવી છે પરંતુ બહેરા કાને અથડાઈ ગઈ હોય તેમ આ માર્ગ ને રિપેર કરવા મા આવતો નથી અવારનવાર આ વિસ્તારમાં આવેલી ગ્રામ પંચાયત ના સરપંચો દ્વારા માર્ગ રિપેર કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું રાજય સરકાર આ માર્ગ ને પણ વર્લ્ડ હેરિટેજ મા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી છે. રીપોર્ટ – મહેશ રાજગોર 

Leave a Reply

Your email address will not be published.

error: