રાપર વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે નું આયોજન

રાપર આજે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગુજરાત ભર મા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ નું આયોજન તા. ૧૦/૦૧/૨૦૨૨ થી તા. ૨૦/૦૧/૨૦૨૨ સુધી આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે રાપર ખાતે કચ્છ ના વન સંરક્ષક અનિતા કર્ણ અને  કચ્છ વન વિભાગ વિસતરણ રેનજ ના ડી. એફ. ઓ. સાદિક મુંજાવર ના માર્ગદર્શન હેઠળ રાપર વન વિભાગ ની વિસ્તરણ રેન્જ નોર્મલ રેન્જ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાપર વન વિભાગ ના આર એફ ઓ આર. કે પરમાર એસ એસ ચૌધરી વી. આઇ. જોશી કે. ડી મકવાણા પી.આર. કોળી. આર. આર. પરમાર એન. બી. ચાવડા વિધીબેન આદરોજા વિજય મહેશ્વરી રાજા ભાઈ પરસોંડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

આ અંગે વન વિભાગના વનપાલ વી. આઇ. જોશી એ જણાવ્યું હતું કે રાપર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને જુદી જુદી જગ્યાએ પતંગ મહોત્સવ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓ ની સારવાર માટે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરી છે જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે વેટરનરી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે અને ઘાયલ પક્ષીઓની દેખભાળ તેમજ અન્ય તમામ પ્રકારની જવાબદારી વન વિભાગ નિભાવશે આ અભિયાન દસ દિવસ સુધી કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: