રાપર તાલુકા પંચાયત ખાતે આયોજન ની બેઠક મળી..

રાપર તાલુકા પંચાયત ખાતે આજે તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢા ની અધ્યક્ષતા માં આયોજન ની બેઠક મળી હતી જેમાં વર્ષ ૨૦૨૨/૨૩ માં કુલ એક કરોડ પચીસ લાખ ના કામો નું આયોજન ની રૂપરેખા તૈયાર કરાઈ હતી જેમાં  પ્રાથમિક શાળા માં પ્રાર્થના શેડ, એલ ઈ ડી, તથા પેવર બ્લોક, સીસી રોડ રસ્તા, પાણી, ગટર, તથા શાળા માં કે આંગણવાડી અથવા સ્મશાન માં કમ્પાઉન્ડ દીવાલ, તથા નદી ની બાજુમાં અથવા વોકળા ઉપર સરક્ષણ દીવાલ સહિત ના કામો માટે આયોજન ની બેઠક મળી હતી જેમાં કુલ ૧૨૩ લાખ ના આયોજન માટે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ વણવીર ભાઈ સોંલકી, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભા જાડેજા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોર મહેશ્વરી કારોબારી ચેરમેન દાનાભાઇ વાવીયા, ટીડીઓ  સહિત ના કર્મચારીઓ, અધિકારી ઓ, પદધિકારીઓ જોડાયા હતાં..

Leave a Reply

Your email address will not be published.

error: