રાપર તાલુકા ના આડેસર પી.એચ.સી ના ઉત્તર બુનિયાદી સ્કૂલ માં  એડોલેશન મેગા હેલ્થ કેમ્પ નું આયોજન

આજ રોજ આડેસર ના પી.એચ.સી ના ઉત્તર બુનિયાદી સ્કૂલમાં રાપરતાલુકાનાં તાલુકા હેલ્થ ઓફિસર રાય સાહેબ તેમજ આડેસર  ના મેડીકલ ઓફિસર ડો.અલ્પાબેન પટેલ માર્ગદર્શન હેઠળ ઉત્તર બુનિયાદી સ્કૂલ આડેસર ખાતે કિશોર-કિશોરી સ્વાસ્થ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર પાતર કિરેનકુમાર દ્વારા કિશોર-કિશોરીઓને R.K.S.K પ્રોગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપી

તેમજ પર્સનલ કેર, માસિક ધર્મ અવસ્થા દરમ્યાન રાખવાની સ્વચ્છતા તેમજ સેનેટરી પેડનો ઉપયોગ કરવા અંગે સમજાવેલ, ૧૦ થી ૧૯ વય માઆવતા જાતીય ફેરફારો જેમ કે શારીરિક, માનસિક, ભાવાત્મક અને સામાજિક ફેરફારો અંગે સમજાવેલ તેમજ મેન્ટલ હેલ્થ વિશે, R.T.I, S.T.I અને H.I.V AIDS વિશે ૧૦ અને ૧૬ વર્ષની TD ની રસી લેવા અંગે પણ માહિતી આપી. ત્યારબાદ પીએચસીના female સુપરવાઇઝર વનીતાબેન તેમજ સી. એચ. ઓ. રશ્મિકાબેન અને રોશની બેન દ્વારા ન્યૂટ્રીશન, એનેમિયા વિશે વિસ્તૃત માહિતી આપી IFA ગોળી તેમજ કૃમિનાશક ગોળી લેવા અંગે પણ માહિતી આપી. ત્યારબાદ પી.એચ.સી ના સુપરવાઇઝર જશવંતસિંહજી ડાભી દ્વારા વાહકજન્ય રોગો વિશે વિસ્તૃત માહિતી આપી. 

તેમજ MPHW હરેશભાઈ પરમાર રાજેન્દ્ર ભાઈ ચાવડા, દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયા વિશે માહિતી આપી તેમજ સી. એચ. ઓ. દ્વારા કિશોરીઓને વજન,ઊંચાઈ અને લોહીની તપાસ કરવામાં આવી તેમજ આરોગ્યલક્ષી યોજના વિશે માહિતી આપી તેમજ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું  આ કાર્યક્રમના અંતે કિશોર-કિશોરીઓને નાસ્તો પણ આપવામાં આવેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ ગણ દ્વારા ખૂબ જ સારો એવો સહકાર આપવામાં આવ્યો હતો. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: