રાપર સહિત વાગડ વિસ્તારમાં શ્રી કાર વરસાદ ખડીર મા છ થી આઠ ઈંચ જેટલો વરસાદ થતાં લોકો મા આનંદની લાગણી

રાપર વાગડ વિસ્તારમાં એક કહેવત છે કે વરસે તો વાગડ ભલો એ કહેવત અનુસાર છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મહેર કરી છે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર મા બે ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે

સતત પડી રહેલા વરસાદને લીધે રાપર ની મુખ્ય બજારમાં થી પાણી વહી નિકળ્યા હતા તો સમગ્ર તાલુકામાં બે થી ચાર ઈંચ વરસાદ વરસ્યો છે પ્રાંથણ ના બેલા મૌઆણા ધબડા શિવગઢ લોદ્નાણી શિરાંની વાંઢ બાલાસર સહિત ના ગામો એ રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ચાર થી પાંચ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે

ખડીર વિસ્તારમાં તો છ થી આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો ખડીર ના રતનપર જનાણ અમરાપર કલ્યાણપર ધોરાવીરા ખારોડા સહિત ના ગામો મા છ થી આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો ખડીર ના આગેવાન દશરથભાઈ આહિર ના જણાવ્યા મુજબ તા. ૧૬/૮/૨૦૨૨ થી તા. ૧૭૮/૨૦૨૨ ના સવાર ના દશ વાગ્યા સુધી મા ૧૮૭ એમ એમ વરસાદ થયો હતો

આઠ ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખડીર વિસ્તારમાં ડેમો તળાવ મા નવા નીર આવ્યા છે તો અનેક જગ્યાએ ઓગની ગયા છે ખડીર વિસ્તારમાં અત્યાર સુધી સામાન્ય વરસાદ થયેલ હતો લોકો વરસાદ ની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા એટલે મેઘરાજાએ એક રાત મા ખડીર ને ન્યાલ કરી દીધા હતા

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની મહેર થી વાગડ વિસ્તારમાં વરસાદ ના લીધે ચોમાસુ પાક ને ખૂબ ફાયદાકારક છે અને આગામી દિવસોમાં આ વરસે ચોમાસુ પાક સોળ આની થશે એમ ખેડૂતો એ જણાવ્યું હતું

ખડીર ના ધોરાવીરા અને આસપાસના વિસ્તારમાં ગામો મા છેલ્લા ચોવીસ કલાક મા ૨૧૦ એમ એમ વરસાદ થયો હોવાનું વધ વિભાગ ના નરેશ ભાઈ ડોડીયા એ જણાવ્યું હતું જેના લીધે તમામ તળાવ ડેમો એક જ રાત મા ઓગની ગયા હતા એમ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published.

error: