આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાપર મુકામે શ્રીમતિ નિરંજના પંકજ મેહતા પ્રાથમિક/માધ્યમિક શાળા /આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, રાપર -ક્ચ્છ ના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જેમાં વાગડ વિસ્તાર ના સેવાભાવી ડો. શ્રી રમેશભાઈ દોશી ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું અને સાથે સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ મહેતા ઉપસ્થિત રહયા હતા ધ્વજવંદન બાદ બાળકો આઝાદીના ઇતિહાસને જાણે અને તેમનામાં રાષ્ટ્રભાવનનો વિકાસ થાય એવા ઉમદા હેતુસર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ દેશભક્તિ ગીત પર નૃત્ય, વક્તવ્ય, પિરામિડ, અભિનય વગેરે જેવા કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ મહેન્દ્રસિંહ જાડેજા, શાળાના પ્રિન્સિપાલ કિરણબા જાડેજા અને સમગ્ર શિક્ષકગણ તથા કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિથી છલોછલ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.

error: