રાપર તાલુકા ના શિરાંની વાંઢ ગામે સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી

રાપર આઝાદી ના પંચોતેર વર્ષ ની ઉજવણી એટલે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાપર તાલુકા ના સરહદી વિસ્તાર ધરાવતા શિરાંની વાંઢ ગામે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરપંચ હરેશ ભાઈ ઠાકોર દ્વારા પ્રાથમિક શાળા ખાતે થી તિરંગા યાત્રા યોજાઈ હતી જે ગામ ના તમામ વિસ્તારોમાં આઝાદી અમર રહો ના નારા સાથે યોજાઈ હતી.

શાળા ખાતે પરત આવી ને સરપંચ હરેશ ઠાકોર ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા

આજે યોજાયેલા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન રાઉન્ડ ફોરેસ્ટર મોહનભાઇ વેગડા ધનજીભાઈ ચાવડા માજી સરપંચ આંબાભાઈ ચાવડા રામજીભાઈ ચાવડા વિશાભાઈ વેગડા તમાસીભાઈ મકવાણા વિનોદ ભાઈ ચાવડા રમેશભાઈ વેગડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળાના આચાર્ય અમૃતભાઈ ડામોર તથા શાળા ના શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન વિધાર્થીઓ ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published.

error: