રાપરની શાળામાં ઘુસેલ યવાન દ્વારા સગીરાનો બળજબરીથી બર્થ ડે મનાવ્યો

બાબતે મીડીયામાં પ્રસિધ્ધ થયેલ બનાવ બાબતે ભોગબનનારના વાલીને રૂબરૂ મળી હકીકતના આધારે ગુનો દાખલ કરી તાત્કાલીક આરોપીને રાઉન્ડપ કરતી રાપર પોલીસ મ્હે . પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં શાળા – કોલેજોમાં વિધાર્થી / વિધાર્થીનીઓને હેરાન – પરેશાન કરતા અસાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જાણાવેલ હોઈ તેમજ તા .૨૩ / ૦૨ / ૨૦૨૨ ના રોજ મીડીયામાં પ્રસિધ્ધ થયેલ કે “ રાપરની શાળામાં ઘુસેલ યવાન દ્વારા સગીરાનો બળજબરીથી બર્થ ડે મનાવ્યો ” જે અન્વયે ભોગબનનારના વાલીને રૂબરૂ મળી હકીકત જાણી હકીકતના આધારે રાપર પોલીસ દ્વારા તાત્કાલીક રાપર પો.સ્ટે . ૧૧૯૯૩૦૧૦૨૨૦૦૫૮/૨૦૨૨ આઈ.પી.સી.કલમ ૩૫૪ ( અ ) , ૫૦૬ ( ૨ ) તથા પોક્સો એક્ટની કલમ -૧૨ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલીક આરોપીને રાઉન્ડપ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે . આરોપીનુ નામઃ રહીમ હનીફ શેખ રહે.સમાવાસ , રાપર તા.રાપર જી કચ્છ .

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઃ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એમ.એન.રાણા , પો.સબ. ઈન્સ . શ્રી વી.એલ.પરમાર તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત કામગીરી કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: