આડેસર પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ને ઝડપી લીધો

કચ્છ – રાપર – તારીખ – ૦૭/૦૧/૨૦૨૨ શુક્રવાર – રાપર –  મે પોલીસ મહાનિરીક્ષશ્રી જે.આર.મોથાલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી , પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી , ભચાઉ વિભાગ ભચાઉ તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી , રા૫૨ સર્કલ ૨ાપ૨નાઓની સુચના – માર્ગદર્શન મુજબ અત્રેના જીલ્લામાં બનતા ચોરી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય.જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.બી.જી.રાવલ તથા સ્ટાફના માણસો ભીમાસર આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એક અતુલ રિક્ષા સામેથી આવતી હોઈ.જે શંકાસ્પદ જણાતા તેને ઉભી રખાવી ચેક કરતા તેમાંથી લોખંડની પ્લેટો તથા અલગ – અલગ સાઈઝના લોખંડના સળીયા તથા નાની – મોટી એંગલો ચોરીની હોવાની શંકાના આધારે સી.આર.પી.સી.કલમ ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ કબ્જે કરેલ છે . 

મજકુર ઇસમ વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી – નરશીભાઇ શકુભાઇ દેવીપુજક , ઉ.વ .૨૬ , રહે.પીરધાર , રા૫૨ તા ૨ાપ૨ , જી.ભુજ કચ્છ , કબ્જે કરેલ મુદ્દામાલ – અનુ મુદ્દામાલની વિગત લોખંડની પ્લેટો તથા અલગ અલગ સાઈઝના લોખંડના સળીયા ૧૦,૫૦૦ / તથા નાની – મોટી એંગલો અતુલ રિક્ષા રજી નં . GJ – 24 – V – 1857 જેની કિંમત ૪૦, ૦૦૦ / કુલ ૫૦,૫૦૦ /=  જપ્ત કરવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સાથે રહીને કરેલ છે. રીપોર્ટ – મહેશ રાજગોર 

Leave a Reply

Your email address will not be published.

error: