રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાંજ ના પ્રમુખ ની વરણી કરાઈ.

મોટી રવ ખાતે આવેલ પૌરાણિક રવેચી માતાજી ના સાનિધ્યમાં આજરોજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમુખશ્રી અને માંડવી મુન્દ્રા ધારાસભ્ય તથા સમાજ રત્ન વિરેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષતા હેઠળ રવેચી મંદિરે રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ ની મિટિંગ મળી હતી જેમા આવનારા દિવસો માં દશેરા ના કાર્યક્રમ ને લઈ ને અને સમાજ માં એકતા ભાઈચારો જળવાઈ રહે અને નાના મોટા મતભેદો ભૂલી ને સમાજ ને એક તાંતણે ચાલવાની નેમ સાથે મિટિંગ મળી હતી જેમાં પ્રથમ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયદીપ સિંહ જાડેજા એ સમાજ ના અધૂરા રહેલ કામો જેમા સમાજવાડી નું નવનીકરણ તથા કચ્છ માં પ્રમુખશ્રી વીરેન્દ્ર સિંહ જાડેજા ધ્વરા કરાયેલ કામો નો ઉલ્લેખ કરી ને સૌને સાથે ચાલવા અપીલ કરી હતી

ત્યાર બાદ રામવાવ ના સહદેવસિંહ જાડેજા એ બીજા સમાજો ની જેમ સંગઠિત થવા પર ભાર મુક્યો હતો તો મહેન્દ્રસિંહ વાઘેલા તથા પૂર્વ પ્રમુખ અનોપસિંહ વાઘેલા એ આવનારા દિવસો માં દશેરા ની ભવ્ય ઉજવણી કરી ને સમાજ ની અંદર કંઈપણ નાની મોટી સમસ્યા ઓ હોય તો સાથોસાથ ચાલવાની અને નાની મોટી કોઈ વાત હોય તો તમામ મનદુઃખ અહીં માતાજી ના ચરણો માં છોડી ને સમાજ ને નવી ઊંચાઈ એ લઈ જવા નવા પ્રમુખો ને જણાવ્યું હતું આજે યોજાયેલ મિટિંગ માં વિરેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષતા માં અને રવેચી માતાજી ના મહંત શ્રી ગંગાગીરીજી બાપુ ના આસિ્રવચન માં જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ લક્ષમણ સિંહ સોઢા, કેશુભા વાઘેલા, મુરૂભા જાડેજા,હેતુભા વાઘેલા, હઠુભા સોઢા, અનોપસિંહ વાઘેલા, જસુભા જાડેજા, રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢા, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, દિપુભા એમ જાડેજા પત્રકાર, ગજુભા વાઘેલા, અમરસંગ સોઢા,સાંતલપુર સરપંચ મેંદુભા જાડેજા, બબાજી જાડેજા,સહિત ની આગેવાની હેઠળ રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ ના નવા પ્રમુખ તરીકે મોટી રવ ના રાજુભા બહાદુરસિંહ જાડેજા ના નામ ની જાહેરાત કરતા ઉપસ્થિત તમામ ભાઈઓ એ તાળીઓ થી વધાવી લીધી હતી તો શહેર પ્રમુખ તરીકે ભીખુભા સોઢા ની વરણી કરાઈ હતી

તો કચ્છ જિલ્લા કરણી સેના ના ઉપ પ્રમુખ કલુભા જાડેજા ધ્વરા કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના ના મહામંત્રી તરીકે નરપત સિંહ જાડેજા મોટી રવ ની વરણી કરાઈ હતી તો રાપર તાલુકા રાજપૂત કરણી સેના ના પ્રમુખ તરીકે અરવિંદસિંહ જાડેજા અને શહેર રાજપૂત કરણી સેના ના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાઘેલા ને ફરી રિપીટ કરાયા હતાં તો રાસુભા સોઢા ને કચ્છ જિલ્લા કરણી સેના ના મંત્રી તરીકે વરણી કરાઈ હતી આ તકે નવા વરાયેલ પ્રમુખશ્રી રાજુભા જાડેજા એ જણાવ્યું હતું કે દશેરા નિમિતે ભુજ મધ્યે યોજાનાર વિસાળ અને ભવ્ય કાર્યક્રમ માં ભાગ લેવા અને રાપર માં રવાડી સાથે દશેરા નો ભવ્ય રંગારંગ કાર્યક્રમ કરાશે તથા નવી સમાજવાડી નું નિર્માણ તથા સમાજ માં કૂવેસનો દૂર કરવા અને ક્ષત્રિય સમાજ તમામ સમાજ ને સાથે રાખી ને ચાલનારો સમાજ છેં માટે માન, મર્યાદા અને મોભો જાળવવા યુવાનો ને અપીલ કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મોરારદાન ભાઈ ગઢવી એ તથા આભાર વિધિ નરેન્દ્રસિંહ જાડેજા એ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: