રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

(કચ્છ – રાપર – તારીખ – ૨૭/૧૨/૨૦૨૧ સોમવાર

રાપર ખાતે ક્ષત્રિય સમાજ ના યુવાનો માં ભાઈચારો વધે અને અરસપરસ એકતા માં વધારો થાય અને યુવા કૌશલ્ય આગળ આવી ને પોતાની પ્રતિભા દર્શાવે તે માટે છેલ્લા ચાર વર્ષ થી યોજાતી રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત પ્રીમિયર લિંગ નું આયોજન રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ દ્વ્રારા આયોજન કરાયું હતું જેમાં રાપર ના મોર્નિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે વહેલી સવારે રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ ના પૂર્વ પ્રમુખશ્રી અનૌપસિંહ વાઘેલા, રાપર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હમીરસિંહ સોઢા,રાપર નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી ભીખુભા સોઢા,રાપર તાલુકા કરણી સેના પ્રમુખશ્રી અરવિંદસિંહ જાડેજા,રાપર તાલુકા ભાજપ ઉપ પ્રમુખશ્રી કમલસિંહ સોઢા,રાપર તાલુકા રાજપૂત સમાજ ના ઉપ પ્રમુખશ્રી રાસુભા સોઢા,રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત યુવા સભા ના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ વાઘેલા,ઉપ પ્રમુખશ્રી નરપત સિંહ જાડેજા, દ્વ્રારા સૌપ્રથમ ટોસ વિધિ કરાઈ ને મેચ ને સ્ટાર્ટ અપાયો હતો આરપીએલ માં ૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ ટ્રોફીઓ ના દાતા તરીકે હરપાલસિંહ બળદેવસિંહ જાડેજા અને જમણવાર ના દાતા તરીકે હરદેવસિંહ દિલુભા વાઘેલા, રહ્યા હતાં

તો આઠ ટિમો ના સ્પોન્સર તરીકે  વિવિધ દાતા ઓ સહયોગી રહ્યા હતા જેમા ભારે રસાકસી અને રોમાંચ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ માં યસરાજ ઇલેવન નો ૮૧ રન નો ટારગેટ આપ્યો હતો જેને અંતિમ ઓવર મા બજરંગ ઈલેવન સઈ ધ્વરા ૭૯ રન થતાં યસરાજ ઇલેવન વિજેતા થઇ હતી 

જેમાં સમગ્ર ટુર્નામેન્ટ માં મૅન ઓફ ધ સિરીઝ  તરીકે  સહદેવ સિંહ જાડેજા રહ્યાં હતાં તો બેસ્ટ બોલર તરીકે  સમરથસિંહ સોઢા અને બેસ્ટ બેટ્સમેન તરીકે અર્જુનસિંહ હકુભા સોઢા ,રહ્યાં હતાં ફાઇનલ મેચ માં વિજેતા તરીકે યસરાજ ઇલેવન અર્જુનસિંહ સોઢા ની ટિમ રહી હતી તો રનઅપ તરીકે બજરંગ ઇલેવન અજીતસિંહ જાડેજા ની ટિમ ઉપ વિજેતા તરીકે  રહી હતી જેને રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ ના પ્રમુખશ્રી અજયપાલ સિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભા જાડેજા, નવુભા વાઘેલા,જનકસિંહ જાડેજા, સતુભા જાડેજા,ભરતસિંહ સોઢા,સિદ્ધરાજસિંહ વાઘેલા,નરપત સિંહ જાડેજા,અજીતસિંહ જાડેજા રાપર શહેર યુવા સભા ના મહામંત્રી દિપુભા એમ જાડેજા, ભુપતસિંહ વાઘેલા, હેમ્સ જાડેજા વગેરે દાતા ઓ અને અગ્રણીઓ દ્વ્રારા વિવિધ ટ્રોફીઓ એનાયત કરાઈ હતી તો ટુર્નામેન્ટ દરમિયાન કૉમેન્ટેટર તરીકે સહદેવ સિંહ જાડેજા અને આંપાયર તરીકે ગિરિરાજસિંહ જાડેજા,સૂર્યદીપ સિંહ વાઘેલા, પ્રતાસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ જાડેજા રહ્યાં હતાં સમગ્ર ટુર્નામેન્ટ ના મુખ્ય આયોજક તરીકે સંજયસિંહ વાઘેલા,સમરથસિંહ વાઘેલા, દેવુભા જાડેજા,નાગરાજસિંહ જાડેજા, ચંદુભા જાડેજા, રહ્યા હતાં. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: