રાપર તાલુકા મા ગાજવીજ સાથે વરસાદ તો અમુક ગામોમાં કરા પડ્યા

કચ્છ – રાપર – તારીખ – ૦૭/૦૧/૨૦૨૨ શુક્રવાર રાપર આજે બપોરે બે વાગ્યા ના અરસામાં  ગાજવીજ સાથે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં મેધરાજા એ જાણે ચોમાસામાં એન્ટ્રી કરે તે રીતે કરી હતી રાપર તાલુકા ના બાદરગઢ ગામે કરા પડ્યા હતા તો ખીરઇ નિલપર તેમજ તાલુકા મથકે વરસાદ ના ઝાપટાં વરસ્યા હતા આજે વહેલી સવારે ઠંડી એ જોર પકડયું હતું અને હવામાન ચોખ્ખું થઈ ગયા બાદ બપોરે બે વાગ્યા ના અરસામાં મા ગાજવીજ સાથે વરસાદ ના ઝાપટાં વરસ્યા હતા જેના લીધે પાણી વહી નિકળ્યા હતા ભર શિયાળે ચોમાસામાં જોવા મળે છે તે રીતે નો માહોલ સર્જાયો હતો વરસાદ ના ઝાપટાં ના લીધે ઠંડી એ જોર પકડયું છે ખતરો મા ઉભા રવિ પાક ને નુકસાન થવાની શક્યતા છે

 હવામાન વિભાગ ની આગાહી મુજબ માવઠાથી પશુધન અને ખેડૂતો ને મુશ્કેલી ઉભી થાય તેવી શક્યતા છે નિલપર મા વરસાદ નું જોરદાર ઝાપટા વરસ્યા હોવાનું સરપંચ ભીખુભાઈ સોલંકી એ જણાવ્યું હતું તો બાદરગઢ મા પણ જોરદાર વરસાદ ના ઝાપટાં વરસ્યા હતા અને થોડા સમય માટે કરા પડ્યા હતા તેવું મોહનભાઇ ગોહિલે જણાવ્યું હતું. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: