રાપર મા ગઢવી સોનલ યુવક મંડળ દ્વારા આઇ સોનલ બીજ ની ઉજવણી કરવામાં આવી

(કચ્છ – તારીખ – ૦૪/૦૧/૨૦૨૨ મગળવાર) રાપર આજે  આઇ સોનલ ના ૯૮ મા પ્રાગટય દિન નિમિત્તે આજે રાપર ગઢવી સોનલ યુવક મંડળ દ્વારા રાપર નગરપાલિકા કચેરી નજીક આવેલા પૌરાણિક જહુ માતા ના મંદિર ખાતે સોનલ બીજ ની ઉજવણી કરવામાં આવી હતી

રાપર ગઢવી સોનલ યુવક મંડળ દ્વારા આ શ્રી સોનલમાં નો ૯૮ મોં જન્મોત્સવ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો.

જેમાં સવારે મહા આરતી અને ત્યારબાદ સન્માન સમારોહ, મહાનુભાવો દ્વારા સંબોધન અને ત્યારબાદ દાંડિયારાસ કાર્યક્રમ

નગરપાલિકા ટાઉનહોલ ની સામે જશુ બાઈ માં ના મંદિર પ્રાંગણ માં ઉજવણી કરવામાં આવ્યો. આ પ્રસંગે પ.પુ સંત શ્રી રમેશભાઈ ભગત, બાલાસર પી.એસ.આઈ શ્રી દિલુભા ગઢવી સાહેબ, મહાપ્રસાદ ના દાતા શ્રી દેવીદાનભાઈ રાજાભા ગઢવી અને સુભાષ ભાઈ ગઢવી પરિવાર નું સન્માન, આવરદા હોસ્પિટલ ના ર્ડો.દિલજીત દાન ગઢવી નવિગેરે મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું.

અને સોનબાઇ માં ના જીવન ચરિત્ર વિશે રાપર ના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી આઈ.ડી.ગઢવી સાહેબ અને લોકસાહિત્યકાર શ્રી મોરારદાન ભાઈ ગઢવી દ્વારા માં ના ગુણગાન અને સોનબાઇ માં વિશે  પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કલાકાર તુલસીભાઇ સુથાર અને પ્રતિમા બેન ગૌસ્વામી ના લોકગીતો દ્વારા દાંડિયારાસ યોજાયો.

જેમાં રાપર ચારણ ગઢવી સમાજ  ના કાનાભા ગઢવી.મોરરારદાન ગઢવી . ભગુદાન ગઢવી.લેખરાજદાન ગઢવી . ઇશ્વરભા ગઢવી .  મેધાભા ગઢવી . દેવીદાનભા ગઢવી .  આલાભા ગઢવી . અને સોનલ યુવક મંડળ મળી માની સોનલ બીજ ઉજવવા માં આવી હતી દરેક જ્ઞાતિજનો ઉત્સાહ ભેર જોડાયા  સોનલ યુવક મંડળ ના સદસ્યો એ જહેમત ઉઠાવી હતી. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: