રાપર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ડોનેશન કેમ્પ યોજાયો

(કચ્છ – રાપર – તારીખ – ૨૭/૧૨/૨૦૨૧ સોમવાર

આજે રાપર ખાતે સલારી નાકા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાપર જૈન જાગૃતિ સેન્ટર. જી. કે જનરલ હોસ્પિટલ અને રાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ના સહયોગ થી બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈન જાગૃતિ સેન્ટર ના સ્થાપક પ્રમુખ ડો રમેશ ભાઈ દોશી. જસવંતી બેન મોરબીયા ના હસ્તે દીપ પ્રાગટય દ્વારા બલ્ડ ડોનેશન કેમ્પ નો પ્રારંભ કરાવ્યો હતો આજે યોજાયેલ આ કેમ્પમાં અંદાજ એકસો જેટલા રાપર શહેર ના જુદા જુદા બલ્ડ ડોનેટ દાતાઓ એ બલ્ડ ડોનેટ કર્યું હતું આજે યોજાયેલ આ કેમ્પમાં રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ ભુજ જી. કે. જનરલ હોસ્પિટલ ના ડો વિભાબેન પટેલ ડો. નિલમ આહિર ડો. કપિલ પટેલ ડો. ભુમિકા મહેરા ચંદ્રેશ દરજી કમલેશ ચૌધરી ચિરાગ પંડયા ઉર્મિલા પટેલ ભુરાભાઈ દેસાઈ દિનેશ મકવાણા વિગેરે આરોગ્ય કર્મચારીઓ એ સેવા આપી હતી

આજે યોજાયેલ બલ્ડ ડોનેશન કેમ્પ દરમિયાન જૈન જાગૃતિ સેન્ટર ના સ્થાપક પ્રમુખ ડો. રમેશભાઈ દોશી પ્રમુખ વિનોદ દોશી કિર્તી મોરબીયા જિતેશ મોરબીયા પારસ મહેતા પ્રિત મોરબીયા દિવ્ય દોશી મહેશ મહેતા પ્રકાશ મોરબીયા દિપક મોરબીયા વિગેરે એ જહેમત ઉઠાવી હતી. અહેવાલ – મહેશ રાજગોર 

Leave a Reply

Your email address will not be published.

error: