વાગડ વિસ્તાર ના મુખ્ય મથક રાપર શહેર મા ઠંડી ના લીધે સુમસામ

કચ્છ – રાપર –  તારીખ – ૧૫/૧૨/૨૦૨૧ બુધવાર 

રાપર હાલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં કોલ્ડવેવ ની આગાહી ચાર દિવસ ની કરવામાં આવી છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં અને તાલુકા મથકે કોલ્ડ વેવ ની અસર છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે જેમાં આજે સવારે સાડા દશ વાગ્યાના અરસામાં મુખ્ય બજારો મા એકલ દોકલ દુકાનો ખુલ્લી જોવા મળી હતી

તો સાંજે પાંચ વાગ્યા બાદ લગભગ બજારો સુમસામ બની જાય છે ઠંડી ની અસર વચ્ચે લોકો ની ચહલ પહલ ઓછી થઈ ગઈ છે તો રાત્રે લોકો ઠંડી વચ્ચે તાપણા નો સહારો લઈ ઠંડી ઉડાળી રહ્યા છે આમ બર્ફીલા વાયરા વચ્ચે વાગડ વિસ્તારમાં ઠંડી એ જોર પકડયું છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: