રાપર તાલુકા ના સુવઈ ગામે સન્માન સમારોહ યોજાયો

(કચ્છ – રાપર – તારીખ – ૦૫/૦૧/૨૦૨૨ બુધવાર) રાપર વાગડ વિસ્તારના રાપર તાલુકા ના સુવઈ ગામ ના બે યુવાનો ની જુદા જુદા હોદ્દા પર નિમણૂક થતાં સુવઈ મધ્યે શ્રી રતનશી ભીમજી સાવલા સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી સુવઈ ગ્રામ પંચાયત શ્રી સુવઈ સોશિયલ ગ્રુપ દ્વારા. સુવઈ ગામ ના બે યુવાનો એડવોકેટ એન્ડ નોટરી  કિશોરભાઈ મહેશ્વરી કે જેમની રાપર તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન તરીકે વરણી થતા તેમજ એડવોકેટ એન્ડ નોટરી હરિલાલ રાઠોડ ની રાપર બાર એસોસિએશન ના પ્રમુખ તરીકે વરણી થતા બહુમાન કરવામાં આવ્યું હતું,

રતનશી ભીમજી સાવલા સર્વોદય ટ્રસ્ટ-સુવઇ ના ચેરમેન અને સુવઈ ગામ ના મોભી  વાડીલાલ સાવલા ની આગેવાની માં આ વિસ્તાર માં આરોગ્ય, શિક્ષણ, અને કારકિર્દી ઘડતર અને સંસ્કાર ના ખુબજ માનવ ઉપયોગી અનેક વિધિ સેવાકાર્યો થઈ રહ્યા છે, તેમજ ગામ ના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ કરે તો તેવા ગામ ના ગૌરવ ને   પ્રોત્સાહન આપી સન્માનિત પણ કરતા હોય છે આમ સુવઈ ગામ ના જ આ બે યુવાનો  ગૌરવવંતા પદે નિમણુંક થતા ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા સુવઈ ગામ મધ્યે તેમનું બહુમાન કરવા માં આવ્યું હતું, વાડીલાલ આર સાવલા તેમજ તેમના ધર્મ પત્ની શ્રીમતિ ઊર્મિલાબેન સાવલાએ ક કચ્છી ચલણ મઢીત મોમેન્ટો, સાલ, અને તાણાવાણા પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,

ત્યાર બાદ પંચાયત વતી ઉપ સરપંચ ગોવાભાઈ રબારી, સભ્યો જ્યંતી દરજી, લગધીર મહેશ્વરી, ધીરજગર ગુસાઈ, કચરાભાઈ મહેશ્વરી, અયુબ ખત્રી તેમજ તલાટી મિતેષ પટેલ દ્વારા સન્માન કર્યું હતુ, ત્યાર બાદ સુવઈ સોશિયલ ગ્રુપ વતી મોહનભાઇ શેઠ, ડો.રાકેશ પ્રજાપતિ, કરમશી મહેશ્વરી, ભરત પટેલ દ્વારા સન્માન કરવા માં આવ્યું હતું વેળાએ રાપર એકતા નગર ગ્રુપ ના ડો.રમેશ દોશી સાહેબ, કેશુભા વાધેલા, બળવંત ઠક્કર, હસુભાઈ દોશી, હીરા મારાજ દ્વારા પણ સન્માન કરવા માં આવ્યું હતું, વિવિધ વક્તાઓ દ્વારા બન્ને સન્માનિત મહાનુભવો ના વ્યક્તિત્વ ને બિરદાવી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી, આ વેળાએ બન્ને સન્માનિત મહાનુભવોએ પોતાને મળેલ જવાબદારી ને પ્રમાણિકપણે ન્યાય આપી પોતાના ક્ષેત્રે થઈ શકે તે તમામ ઉપયોગી કાર્યો કરવા ની વાત કરી બહુમાન બદલ ખુશી આનંદ વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો, આ પ્રસંગે રાપર બાર  માજી પ્રમુખો રાજેશ ચંદે,યોગેશ ઠક્કર, ઘનસ્યમ વ્યાસ, ઇશ્વરદાન ગઢવી,નવનિયુક્ત ઉપ પ્રમુખ ભરત ઠાકોર,મંત્રી રમેશ ચાવડા, મદુભા વાઘેલા,મણિલાલ રાઠોડ, નરેશ ગરવા, ભરત પટેલ, અરજણ સોલંકી,મેઘજી સોલંકી,ગવરિપર સરપંચ કાયા હીરા વરચંદ વિગેરે આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.

error: