અંજાર અને રાપર મા પોલીસ દ્વારા ઓમીક્રોન અને કોરોના ને વધતો અટકાવવા માટે લોક જાગૃતિ

કચ્છ – રાપર – તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ મગળવાર

રાપર હાલ રાજ્યમાં દિવસે દિવસે કોરોના અને ઓમીક્રોન ના કેસ વધી રહયા છે ત્યારે લોકો ને માસ્ક પહેરવા માટે તેમજ ભીડભાડ ન કરવા માટે તેમજ  કોવિડ અંતર્ગત કોરોના થી સાવધાની રાખવા માટે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ એમ એન રાણા અને પોલીસ સ્ટાફ સાથે શહેરમાં માસ્ક વિતરણ તેમજ માઈક દ્વારા સાવચેત રહેવા માટે સુચના આપી હતી

તો વાગડ વિસ્તાર ના મુખ્ય મથક રાપર શહેરમાં પોલીસ ઈન્સ્પેક્ટર પી એન ઝીઝુવાડીયા પીએસઆઇ જી જી જાડેજા તેમજ સ્ટાફ સાથે રાપર શહેર ના એસ.ટી ડેપો માલી ચોક મુખ્ય બજારો સલારી નાકા સહિત ના વિસ્તારોમાં કોરોના ની લહેર થી બચવા માટે  તેમજ ઓમીક્રોન સામે સાવધાની રાખવા માટે સુચના આપી હતી અને માસ્ક વગર ફરતા લોકો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા જો આગામી દિવસોમાં વેપારીઓ અને ગ્રાહકો તેમજ બજારમાં ફરતા લોકો તેમજ સરકારી કચેરીઓ મા માસ્ક વગર આવતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી આડકતરી રીતે આજ થી પોલીસ તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે એટલે આગામી દિવસોમાં પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા મા આવે તેવી શક્યતા છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: