રાપર આગામી પચીસ મી એ રાપર ખાતે માજી રાજ્યપાલ વજુભાઈ વાળા ના સન્માન કાર્યક્રમ

(કચ્છ – રાપર – તારીખ – ૧૬/૧૨/૨૦૨૧ ગુરુવાર) રાપર આગામી પચીસ મી એ રાપર ખાતે માજી રાજ્યપાલ વજુભાઈ વાળા ના સન્માન કાર્યક્રમ મા ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટિલ રાજય ના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા ના અધ્યક્ષ ડો નિમા બેન આચાર્ય સાંસદ વિનોદ ચાવડા તેમજ કચ્છ ના તમામ ધારાસભ્યો અને ભાજપ ના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે આજે રાપર ભાજપ કાર્યાલય ખાતે એક બેઠક મળી હતી જેમાં માજી ધારાસભ્ય પંકજ મહેતા ના અધ્યક્ષ સ્થાને તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો ની ઉપસ્થિત મા બેઠક મળી હતી

જેમાં આગામી પચીસ ડીસેમ્બર ના માજી રાજ્યપાલ વજુભાઈ વાળા નું રાજપૂત સમાજ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સન્માન કરવામાં આવશે આજે મળેલી બેઠકમાં માજી ધારાસભ્ય પંકજ મહેતા જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ વણવીરભાઈ સોલંકી રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમિરજી સોઢા માજી જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલભાઈ જોશી લાલજી કારોત્રા રામજીભાઇ ચાવડા કિશોર મહેશ્વરી ભિખુભા સોઢા નિલેશ માળી જાનખાન બલોચ રાપર યુવા ભાજપ ના પ્રમુખ ભરત મસુરીયા રાજુભા જાડેજા હઠુભા સોઢા રાજભાઈ બારી સહિત રાપર તાલુકા ના ભાજપના તમામ મંડલ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આગામી પચીસ ના યોજાનારા વજુભાઈ વાળા ના સન્માન કાર્યક્રમ અંતર્ગત તડામાર તૈયારીઓ આરંભી દીધી છે રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં ગામે ગામ થી લોકો ઉપસ્થિત રહેશે – અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: