રાપર થી વર્લ્ડ હેરિટેજ ધોરાવીરા નો રાષ્ટ્રીય ધોરી માર્ગ પણ વર્લ્ડ હેરિટેજ જાહેર કરો ઠેર ઠેર ખાડાઓ પડી ગયા

કચ્છ – રાપર –  તારીખ – ૧૫/૧૨/૨૦૨૧ બુધવાર

રાપર હાલ મા યુનોસ્કો દ્વારા સિંધુ સંસ્કૃતિ ના અવશેષો ધરાવતા ધોરાવીરા ને વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી મા સમાવેશ કરી જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ધોરાવીરા ખાતે કોઈ પાયા ની સુવિધા ઉપલબ્ધ થઈ નથી છેલ્લા બે દાયકાથી સરકાર ની તોરલ હોટલ બંધ કરી દેવામાં આવી છે તો મ્યુઝિયમ ખાતે અનેક ખામીઓ જોવા મળે છે તો સ્થાનિક લોકો સિવાય પુરાતત્વ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ્યે જ હાજર હોય છે તો મુખ્ય સમસ્યા રાપર થી ધોરાવીરા સુધી ની છે કારણ કે ધોરાવીરા ને જોડતા ચિત્રોડ રાપર બાલાસર ધોરાવીરા અને આડેસર રાપર માર્ગ કે જે અગાઉ રાજય સરકાર હસ્તક હતા તે હવે નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તે છે 


આ એક સો કિલોમીટર ના માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળે છે તો અનેક સ્થળોએ જંપ બની ગયા છે તો કાચબા ની પીઠ સમાન રોડ જોવા મળે છે રાપર થી ધોરાવીરા દોઢ કલાક ની જગ્યાએ ત્રણ થી સાડા ત્રણ કલાકની મુસાફરી કરવી પડે છે તો આડેસર રાપર ના ૩૬ કિલો મીટર ની પરિસ્થિતિ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે નેશનલ હાઈવે  ઓથોરિટી પાસે આ માર્ગ ગયા છે અને સુધારા વધારા થયા હોય તો એક માત્ર પુલ અને પુલિયા નો છે જે અગાઉ સફેદ રંગ ના હતા તે હવે કાળા પીળા રંગના રંગી દિધા છે અને આ વિસ્તાર ના કે પ્રવાસીઓ માર્ગ અંગે ફરિયાદ ના કરે તે માટે નેશનલ હાઈવે ના નંબર નથી દર્શાવવામાં આવ્યા જેમાં રાપર આડેસર નો અલગ નંબર છે રાપર ચિત્રોડ રાપર બાલાસર બાલાસર મૌઆણા સાંતલપુર અને બાલાસર ધોરાવીરા આ તમામ માર્ગો ને કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા નંબર આપવામાં આવ્યા છે પરંતુ જાણી જોઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દર્શાવવામાં આવ્યા નથી તો આ માર્ગ પર એમ્બ્યુલન્સ અને સરહદ માટે મહત્વ ના આર્મી ની કંપની ના વાહનો ધીમી ગતિએ જોવા મળે છે તેનું કારણ માત્ર આ માર્ગ છે

આ વિસ્તારમાં રહેતા લોકો કહે છે કે જેમ ધોરાવીરા ને વર્લ્ડ હેરિટેજ સાઈટ મા સમાવયુ એમ આ માર્ગ ને પણ ખાડા ટેકરા માટે વર્લ્ડ હેરિટેજ મા સમાવેશ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ માર્ગો દિવસે દિવસે વધારે પ્રમાણમાં તુટી રહ્યા છે છતાં માર્ગ રિપેર કરવા માટે તંત્ર પગલા નથી ભરતું તે શું દર્શાવે છે તે અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: