રાપર તાલુકા મા શિયાળું પાક નું વાવેતર

કચ્છ – રાપર તારીખ – ૨૬/૧૨/૨૦૨૧

રાપર  હાલ શિયાળાની ઋતુમાં રવિપાક નું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે રાપર તાલુકા ના ૯૭ ગામો અને ૨૨૭ વાંઢ વિસ્તારના વન વગડામાં આવેલ ખેતરમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે રાપર તાલુકાના ૩૯ ગામ ના પાદર મા થી નર્મદા ની કચ્છ બ્રાન્ચ કેનાલ પસાર થઈ રહી છે અને લગભગ ગામો એ સિંચાઈ માટે પાણી પહોચી ગયા છે ત્યારે આજે રાપર તાલુકા ના માંજુવાસ ગામે ખેતી કરતા અને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અરજણભાઈ ડાંગર કે જેઓ આહિર સમાજ ના આગેવાન છે અને વારસાઈ ખેતી ધરાવે છે

ત્યારે આજે તેમની સાથે તેમના ખેતરમાં ખેતીવાડી અંગે મુલાકાત લીધી હતી અને આજે ખેતીવાડી માટે ખેડૂતો ના પ્રશ્નો અંગે અને રાપર તાલુકા મા આવેલ નર્મદા કેનાલ ના લીધે પગભર થયેલા ખેડૂતો અંગે ચર્ચા કરી હતી તો આ અંગે રાપર રહેતા અને અયોધ્યાપુરી કુમાર શાળા મા આચાર્ય તરીકે ફરજ બજાવતા અરજણભાઈ ડાંગર કે જેઓ રજા ના દિવસે ખેતર મા ખેતીવાડી ની સંભાળ રાખવા માટે જાય છે અને આ ખેતીવાડી તેઓ અન્ય ખેડૂતો ને ભાગે આપી ખેતીવાડી કરે છે ત્યારે તેઓ જણાવે છે કે આ વરસે જીરૃ કે જે વાગડ વિસ્તારમાં મુખ્ય પાક છે જીરુ નો ભાવ કોરોના કાળમાં ઓછા આવે છે એટલે આ વર્ષે ખેડૂતો એ રાયડો એરંડા ધઉં ઇસબગુલ વરીયાળી જીરુ તથા શાકભાજી નું વાવેતર કર્યુ છે જીરુ નુ વાવેતર નહિવત છે તો છેલ્લા આઠ વર્ષથી વાગડ વિસ્તારના રાપર તાલુકા મા થી પસાર થતી નર્મદા કેનાલ ના લીધે ખેડૂતો પગભર થયો છે 

અગાઉ ખેડૂતો માત્ર ચોમાસુ પાક ની મોસમ મા ખેતીવાડી કરતા હતા અને શિયાળામાં અને ઉનાળામાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત મા જતા રહી ત્યાં ખેતીવાડી કરતા હતા હવે સ્થાનિકે ખેતીવાડી કરવા માટે લાગ્યા રાપર તાલુકા મા આ વર્ષે રાયડા નું વાવેતર સૌથી વધુ છે રાપર તાલુકા ના વન વગડામાં જ્યાં નજર પડે ત્યાં પીળી ધરતી જોવા મળે છે આમ આ વર્ષે વાગડ વિસ્તારમાં રવિપાક નુ વાવેતર અનેક હેક્ટર જમીનમાં કરવા મા આવ્યું. એમ જણાવ્યું હતું વધુ મા રાપર તાલુકા ખેતીવાડી અધિકારી મનોજ ભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે આ વખતે રાપર તાલુકા માં ઘઉં ૬૧૦૦ હેક્ટર ચણા ૧૫૦ હેક્ટર લસણ ૫ હજાર હેકટર રાયડો ૨૩૦૦૦ હેક્ટર જીરુ ૨૮૦૦૦ હેક્ટર ઇસબગુલ ૧૮૦૦ હેક્ટર વરીયાળી ૩૧૦ હેક્ટર શાકભાજી ૬૦૦ હેક્ટર ઘાસચારો ૪૮૦૦  હેક્ટર અજમો ૧૮ હેક્ટર મેથી ૪૦૦ હેક્ટર મળી ને કુલ રેકોર્ડ પર ૬૫૫૮૫ હેક્ટર જમીન મા વાવેતર થયું છે ઉપરાંત રેકોર્ડ વગર પણ વીસ હજાર હેકટર મા વાવેતર કરવામાં આવ્યું છે આમ આ વર્ષે રાપર તાલુકા ૮૫૦૦૦ હેક્ટર થી ૯૦૦૦૦ હેક્ટર મા રવિ પાક નું વાવેતર થયું છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: