શ્રી લોહાણા મહાપરિષદનો રાપર લોહાણા મહાજન વાડી મધ્યે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો

કચ્છ – રાપર તારીખ – ૨૫/૧૨/૨૦૨૧

શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા રાપર લોહાણા મહાજન વાડી મધ્યે સમાજના ઉત્કર્ષ માટે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, મહાપરિષદના મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન વિઠ્ઠલાણી, મહાપરિષદ યુવા પાંખના પ્રમુખ શ્રી ચિંતનભાઈ વસાણી, ડો. કૃપાલીબેન વસાણી, કચ્છ ઝોનના પ્રમુખ શ્રી કે.સી.ઠકકર, રાપર-ભચાઉ રીઝયન પ્રમુખ શ્રી મુકેશભાઈ ઠક્કર, મહામંત્રી શામજીભાઈ, કચ્છ ઝોનના મહિલા પ્રમુખ જીગ્નાબેન, કચ્છ ઝોનના મહિલા મહામંત્રી લીનાબેન ઠક્કર, શ્રી મુંબઈ લોહાણા મહાજનના મહામંત્રી શ્રી નીતિનભાઈ પાન્ધી, હેતલબેન પાન્ધી,  કચ્છ ઝોનના યુવા પ્રમુખ ભરત રૈયા, કચ્છ ઝોનના યુવા મહામંત્રી મયુર સાયતા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમમાં શ્રી રાપર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચંદે, મહામંત્રી તુલસીભાઈ ચંદે, ઉપપ્રમુખ વસંતભાઈ આદુઆણી, પ્રતાપભાઈ મીરાણી, વિપુલભાઇ રાજદે, મંત્રી પ્રભુલાલ રાજદે, સંગઠન મંત્રી ઉમેદભાઇ ચંદે, ખજાનચી શંકરલાલ પુજારા, રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી રસીકભાઈ આદુઆણી, તાલુકા મહાજનના પ્રમુખ કાંતિલાલ નાથાણી, મહામંત્રી દિનેશભાઇ ચંદે, રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખ શ્રી પારસભાઇ માણેક, ચાંદ ભીન્ડે, હરેશભાઈ મજીઠીયા, સુમિત મિરાણી, જય ચંદે, ભાવિન કોટક, હિતેશ મજીઠીયા, ક્રિષ્ના માણેક, કૃપેશ ગંધા, મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન ભીન્ડે તેમજ ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મુકેશભાઈ ઠક્કર, પ્રાસંગિક પ્રવચન રાજેશભાઈ ચંદે, સમાજની પ્રવૃતિઓની માહિતી પારસ માણેક, મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઇ વિઠલાણીએ મહાપરિષદના કાર્યોનો વિસ્તૃત ખ્યાલ આપ્યો  હતો.પરિષદની ૨૭ સમિતીના કાર્યોની માહિતી આપી ને ખાસ કરીને શિક્ષણ અને મેડીકલ સહાય ની વિસ્તૃત જાણકારી આપીને તેનો લાભ લેવા મહાજનને અપીલ કરી હતી..જ્ઞાતિ સંગઠન પર ભાર આપીને સમાજમાં શિક્ષણ પર ખાસ ભાર આપવા જણાવ્યું હતું, તેમજ આભાર વિધિ વસંતભાઈ આદુઆણી દ્વારા કરવામાં આવી હતી તેવું રાપર ભચાઉ રીઝીયનના યુવા પ્રમુખ શ્રી પારસભાઇ માણેક દ્વારા જણાવવામાં આવ્યું હતું. અહેવાલ – મહેશ રાજગોર, ભરત પ્રજાપતીo

Leave a Reply

Your email address will not be published.

error: