રાપર ખાતે મતગણતરી માટે તંત્ર એ તૈયારીઓ પૂર્ણ કરી

કચ્છ – રાપર – તારીખ – ૨૦/૧૨/૨૦૨૧ સોમવાર

આવતી કાલે રાપર મોડર્ન સ્કૂલ ખાતે ૪૪ ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે તે અંગે વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે

આ અંગે રાપર ચુંટણી માટે ખાસ નોડેલ અધિકારી ડી. પી રાઠોડ એ જણાવ્યું હતું કે રાપર તાલુકા ની ૪૪ ગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને આવતી કાલે મતગણતરી હાથ ધરવામાં આવશે જેમાં રાપર તાલુકા મામલતદાર કે. આર. ચૌધરી નાયબ મામલતદાર યોગેશ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ અઢાર આર. ઓ. હેઠળ અઢાર રુમ મા મતગણતરી હાથ ધરવામાં આવશે મતગણતરી માટે ૧૨૦ નો અલાયદો સ્ટાફ કામગીરી હાથ ધરશે સવારે નવ વાગ્યાથી મતગણતરી નો પ્રારંભ થશે 

રાપર તાલુકા મા હાલ ચુંટણી ના ચકરાવામાં એક બીજા જીત ના દાવા કરી રહ્યા છે મતગણતરી દરમિયાન બોર્ડર રેન્જના આઇજીપી જે પી મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા રાપર પીઆઇ પી એન ઝીઝુવાડીયા બાલાસર પીએસઆઇ ડી. આર ગઢવી આડેસર પીએસઆઇ ભરત રાવલ સહિત દોઢ સો જેટલા સુરક્ષા કર્મચારીઓ પોલીસ હોમગાર્ડ જીઆરડી ના જવાનો તૈનાત રહેશે એમ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા એ જણાવ્યું હતું(અહેવાલ – મહેશ રાજગોર ભરત પ્રજાપતી)

Leave a Reply

Your email address will not be published.

error: