રાપર નગરપાલિકા ની ખાસ સામાન્ય સભા મળી

આજે રાપર નગરપાલિકા ના સભા ખંડ ખાતે નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવીયા ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા ની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ગત મિટિંગ ની કાર્યવાહી અને બહાલી આપવામાં આવી હતી

વર્ષ 2020/21 નું રિવાઈઝડ તથા વર્ષ 2022/23 નું બજેટ મંજુર કરવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેરા વળતર યોજના ના નિયમો બનાવવા તેમજ ત્રિ માસિક હિશાબો રજૂ કરવા અંગે કર વેરા મા દસ ટકા અને અઢાર ટકા વળતર અંગે રિ આકરણી રજૂ કરવા અંગે શહેર ના જે વિસ્તારમાં ગટર યોજના હેઠળ લાઈન નથી એવા વિસ્તારમાં ગટર વેરો માફ કરવા માટે. સ્ટ્રીટ વેનડર પ્લાન રજુ કરવા અંગે જન ભાગીદારી ના કામો અંગે સરકાર ની યોજના અંગે ચર્ચા કરવા મા આવી બાંધકામ ના વિકાસ અંગે ફાયર ફાઇટર અને ગલીમેન ના સાધનો ખરીદવા અંગે ગટર સફાઈ કામદારો ના પગાર અંગે જુના ભંગાર વાહનો ની હરરાજી અંગે તેમજ જુદી જુદી નગરપાલિકા ની શાખાઓ દ્વારા જે તે મુદાઓ રજૂ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આજે મળેલી બેઠકમાં નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાલજી વાવીયા ઉપ પ્રમુખ મહેશ્વરી બા ભિખુભા સોઢા કારોબારી ચેરમેન કાનીબેન રામજી પિરાણા શાસક પક્ષ નેતા હેતલ બેન નિલેશ માલી હઠુભા સોઢા બળવંત ઠક્કર ચીફ ઓફિસર રાહુલ કરમુર મહેશ સુથાર નવધણ ભાઈ કડ દિનેશ સોલંકી.. હેતુભા રાઠોડ દિનેશ ચંદે પુંજાભાઈ ચૌધરી અજય વાવીયા રસિલાબેન ચાવડા હેતલ બેન મોરબીયા કરશનભાઈ ઠાકોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સભા નું સંચાલન ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા કરવામાં આવેલ. કચ્છ બ્યુરો ચીફ – રાજ રાજગોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: