વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર વઘાસીયા ટોલનાકા માં ટોલટેક્સ થી બચવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ કરી દેતા ખેડૂત દ્વારા રાવ

“જિલ્લા કક્ષાના અધિકારીઓ સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો બહુજન સમાજ પાર્ટી અરજદારોની સાથે રહી કાયદેસરની કાર્યવાહી કરાવશે!”

મોરબી: વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પરના વઘાસીયા ટોલનાકા પર વાહનચાલકો દ્વારા ટોલ ટેક્સ બચાવવા માટે વઘાસીયા ગામ માં પ્રવેશ કરી ખેડૂતો અને સ્થાનિક લોકો માટે જોખમી બન્યા હોય તેવી લેખિતમાં રજૂઆત નવા વઘાસીયા ના ખેડૂત કરસનભાઈ પુનાભાઈ વાઢેર તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ ગત તારીખ ૧૬/૦૨/૨૦૨૨ ના રોજ કરી છે તેને ધ્યાને રાખી જિલ્લા કક્ષાના અધિકારીઓ સમયસર ફરિયાદનું નિરાકરણ લાવે નહીં તો બહુજન સમાજ પાર્ટી દ્વારા આવા ગેરકાયદેસર ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ બહુજન સમાજ પાર્ટીના મોરબી જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ વાઢેર સહિત બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો પ્રજાના હિત માટે કાયદેસરની લડત કરી ગેરકાયદેસર પ્રવેશતા વાહનો ને અટકાવી રાવ રજૂઆત ફરિયાદ કરશે તેવી ચીમકી બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ એ ઉચ્ચારી છે

Leave a Reply

Your email address will not be published.

error: