એરપોર્ટ ખાતે એરફિલ્ડ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ કમિટિની બેઠક કલેકટર શ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ

રાજકોટ તા.૨૨ ફેબ્રુઆરી – રાજકોટના એરપોર્ટ રોડ ખાતે એરફિલ્ડ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી આ બેઠકમાં એરપોર્ટની સલામતી માટે કેટલાક મુદ્દાની ચર્ચા, વિચારણા અને સમીક્ષા કરાઈ હતી. જેમાં બર્ડ એકિટવીટી ( પંખીઓ વચ્ચે ન આવે) માટેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને કલેકટરશ્રીએ સૂચના આપી હતી

એરપોર્ટ આસપાસના નવા બિલ્ડિંગ, નવા વીજ પોલ વગેરે માટે એરપોર્ટ ઓથોરીટીની મંજૂરી લેવાની તકેદારી રાખવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ નવા બની રહેલા હીરાસર એરપોર્ટના કામની પણ સમીક્ષા કરી હતી. તેમજ જરૂરી સુચના અધિકારીઓશ્રીને આપી હતી. આ બેઠકમાં એરપોર્ટ ડાયરેક્ટર દિગંત વોરા, મહાનગરપાલિકા, પોલીસ, પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.