રાજકોટ શહેર જિલ્લા પત્રકાર એન્ડ પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશન રચના કરી જાહેર ટ્રસ્ટ નોંધણી કરાવી

પત્રકારો પર થતા હુમલાઓ, આક્ષેપો, આ અંગે પત્રકારો સ્વયં જાગૃત થઈ પરસ્પર એકતા સાધી રહ્યા છે. આમ તો ઘણા બધા એસોસિયેશનો કાર્યરત છે પરંતુ રાજકોટ શહેર જિલ્લા પત્રકાર એન્ડ પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશન રચના કરી જાહેર ટ્રસ્ટ નોંધણી કરાવી એકબીજાને પેંડા ખવડાવી મો મીઠું કરી આનંદ ની લાગણી અનુભવી હતી. જ્ઞાતિ, ધર્મ, પક્ષ કે અન્ય કોઈપણ જાતના ભેદભાવ વગર, દૈનિક સાપ્તાહિક, પ્રેસ ફોટોગ્રાફર, પત્રકાર સર્વ સમાન એક અને નેક ભાવે પત્રકાર ના હિત માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા સાથે બનેલા એસોસિએશનમાં જોડાવા ગુજરાતના તમામ પત્રકારોને હાકલ કરવામાં આવી છે. પત્રકાર – ફિરોજભાઈ