ગુજરાતમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી બાબતે ક્યાં સુધી ચૂપ રહીશું?
₹ ૭૫ લાખની લાંચ બાબતે રાજકોટનાં પોલીસ કમિશ્નર તેમજ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ અને રૂપિયા લેનાર પીએસઆઇ આ ત્રણેયને તાત્કાલિક સસ્પેન્ડ કરી ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેમજ આ લોકોની સંપત્તિની સાથે સાથે ગુજરાતમાં ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડાઓ ઉપરથી હપ્તા ઉઘરાવતા વહીવટદારો અને એમાં ભાગીદાર અધિકારીઓ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવે તેમજ તમામ ભ્રષ્ટ લોકોની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવે આ માંગણી સાથે રાજ્ય વ્યાપી આંદોલન શરૂ કરવા બાબતે વિચારોની આપ-લે તેમજ ચર્ચા વિચારણા માટે આગામી રવિવારે ગુજરાતના જાગૃત નાગરિકોની અમદાવાદ ખાતે મીટીંગ રાખેલ છે મીટીંગ માં ઉપસ્થિત રહેવા આપનું નામ અને શહેર લખી (98259 26951) ઉપર મેસેજ કરશોજી અતુલ દવે ( સામાજિક કાર્યકર)