રાજકોટ ના ટ્રાફિક વોર્ડને રોકડ ૪૦ હજાર સાથે નું પાકીટ એના મલિક ને પરત કર્યું

ગઈકાલે તારીખ ૩૧/૦૧/૨૦૨૨ ના રોજ રાજકોટ માં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા ૨૫ વર્ષ ના યુવાન પિયુષ બગથારીયા ને બીગબજાર પાસે થી એક પાકીટ મળેલ જેમાં કામ ન ડોક્યુમેન્ટ્સ તેમજ ૪૦ હજાર રોકડ રકમ હતા. પાકીટ માં પડેલા દસ્તાવેજો દ્વારા પાકીટ ના માલિક ઇશાન્તભાઈ રામણિકભાઈ ભલોડિયા નો સંપર્ક કરી તેઓ ને આજ રોજ તારીખ  ૦૧/૦૨/૨૦૨૨ ના રોજ બોલાવી ટ્રાફિક પોલીસ ની હાજરી માં પાકીટ તેમજ રોકડ રકમ રૂપિયા ૪૦ હજાર પરત કર્યા હતા. ટ્રાફિક વરદાન તરીકે ફરજ બજાવતા તેમજ આવનાર કોન્સ્ટેબલ ની પરીક્ષા ની તૈયારી કરતા પીયૂષભાઈ એ માનવતા નું સુંદર ઉધારણ પૂરું પાડ્યું હતું. ખરેખર આ એજ પોલીસ સ્ટાફ છે જેના કારણે અપને સહુ સલામત છીએ.

Leave a Reply

Your email address will not be published.

error: