રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા, સે.ઝોન,          

તા. ૦૩/૦૨/૨૦૨૨ રીકવરી ઝુંબેશ – ૨૦૨૧-૨૨ સવારે ૧૨:૦૦ કલાકે વર્ષ ૨૦૨૧-૨૨ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી: વોર્ડ નં- ૨ સરકારી યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧૫.૮૧ લાખ રીકવરી વોર્ડ નં-  ૫ રણછોડનગર વિસ્તારમાં આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. ૮૦ હજાર રીકવરી વોર્ડ નં- ૭ ગોંડલ રોડ પર આવેલ ૩-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. લોધાવાડ ચોકમાં કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે. મંગળા મેઇન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે.ગોંડલ રોડ પર આવેલ સમૃદ્ધિ ભવનમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩.૭૭ લાખ રીકવરી વોર્ડ નં- ૮ કાલાવાડ રોડ પર આવેલ નેપ્ચ્યુન ટાવરમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે.

અમીન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂ. ૬૫ હજાર રીકવરી વોર્ડ નં- ૧૦ કાલાવાડ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૦૯ લાખ રીકવરી વોર્ડ નં- ૧૨ વાવડી વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપતા રૂ. ૧.૪૭ લાખ રીકવરી વોર્ડ નં- ૧૪ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપતા રૂ. ૧ લાખ રીકવરી ઢેબર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૯.૦૪ લાખ રીકવરી વોર્ડ નં- ૧૫ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. વોર્ડ નં- ૧૬ સોરઠીયા વાડી વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. વોર્ડ નં- ૧૭ કોઠારિયા રોડ પર આવેલ બાલાજી એસ્ટેટમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. વોર્ડ નં- ૧૮ ગોંડલ ચોકડી પાસે આવેલ “ગેલોપ્સ મોટર્સ”ના બાકી માંગણા સામે રૂ. ૨.૨૪ લાખ રીકવરી સે.ઝોન દ્વારા ૩-મિલકતને સીલ તથા ૧૪-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૩૪.૯૦  લાખ વેસ્ટ ઝોન દ્વારા ૧-મિલકતને સીલ તથા ૧૨-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૧૪.૦૨ લાખ ઇસ્ટ ઝોન દ્વારા ૧-મિલકતને સીલ તથા ૧૧-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૧૨.૭૫ લાખ

આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા ૫-મિલ્કતોને સીલ કરેલ તથા ૩૭-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રૂ. ૬૧.૬૭ લાખ રીકવરી કરેલ છે. આ કામગીરી આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરા, સમીર ધડુક  તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે. આસી.મેનેજર(ટેક્સ) રાજકોટ મહાનગરપાલિકા –   ડો વિજ્યેશ્વર મોહન                                                                                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: