ખાનગી હોસ્પિટલમાં સારવારમાં મુશ્કેલી પડે તો ફરિયાદ કરી શકાશે

આયુષ્માન ભારત-પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં લાભાર્થીઓ ફરિયાદ નિવારણ કમિટીમાં અપીલ કરવી
રાજકોટ તા. ૨૩ ફેબ્રુઆરી – કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આયુષ્માન ભારત અને માં અમૃતમ કાર્ડ અન્વયે આરોગ્ય સંબંધી સેવાઓ નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત નક્કી કરાયેલી સેવાઓ ખાનગી હોસ્પિટલ્સ દ્વારા વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે. જો કોઈ ખાનગી હોસ્પિટલ દ્વારા PMJAY – MA કાર્ડ ધરાવતા દર્દીને સારવાર ન આપવામાં આવે અથવા તેઓને બીજી કોઈ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે, PMJAY કે MA કાર્ડધારકો પાસેથી સારવારના ખર્ચ પેટે વધારાના રૂપિયા લેવામાં આવે, દર્દીને કાર્ડ હોવા છતાં સારી સારવાર આપવામાં ન આવે,તાત્કાલિક સારવાર જરૂરી હોય તેવા કિસ્સાઓમાં દર્દીને કાર્ડ હોવા છતાં પણ ડરાવીને પૈસામાં રૂપાંતરિત કરી સારવાર આપવામાં આવે, ખાનગી હોસ્પિટલમાં અમુક ઓપરેશન કરવા માટે સરકારી હોસ્પિટલ તરફથી જરૂરી લેટર સમયસર આપવા અંગે સરકારી હોસ્પિટલ અધ્યક્ષ કે અન્ય સંબંધિત સરકારી અધિકારી જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ક્રિયતા દાખવે તેવા કિસ્સામાં અથવા PMJAY કે MA યોજના અંતર્ગત કોઈ વ્યક્તિને ખાનગી હોસ્પિટલ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તેઓ આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયતનો સંપર્ક કરી શકે છે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીની યાદીમાં જણાવાયું છે. રીપોર્ટ – ડો વિજ્યેશ્વર મોહન
Hii
hy bolo saheb