મંત્રીશ્રી રૈયાણીની ઉપસ્થિતિમાં ૨૪ ફેબ્રુઆરીએ કલા મહાકુંભનો શુભારંભ
રાજકોટ, તા.૨૩ ફેબ્રુઆરી – મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીના અધ્યક્ષસ્થાને ૨૪ ફેબ્રુઆરીએ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો શુભારંભ કાર્યક્રમ યોજાશે.
ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૧-૨૨ હેમુગઢવી નાટ્યગૃહ ખાતે ૨૪ ફેબ્રુઆરીએ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વાહનવ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર ઉપસ્થિત રહેશે. તેમજ સાંસદો સર્વેશ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી રામભાઈ મોકરીયા અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેશે. અતિથિ વિશેષ તરીકે પૂર્વ કેબિનેટમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને શ્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી ગીતાબા જાડેજા, શ્રી લાખાભાઈ સાગઠીયા, શ્રી લલીતભાઈ વસોયા અને શ્રી લલીતભાઈ કગથરા ઉપસ્થિત રહેશે.