રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે તા.૨૫મી ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવશે

જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી શ્રી અરવિંદ ભાઈ રૈયાણી ની પ્રેરક ઉપસ્થિતિમાં સાધન સહાયનું વિતરણ કરાશે ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગેની સમિક્ષા બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ
રાજકોટ,તા. ૨૩ ફેબ્રુઆરી – રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે . રાજકોટ જિલ્લામાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે તારીખ ૨૫મી ફેબ્રુઆરી સવારે ૯ કલાકે ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ હાથોહાથ કરવામાં આવશે . આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી ઉપસ્થિત રહેશે
જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ કીટ અને સાધન સહાય મળી રહે તે માટે વિવિધ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી જેમાં સ્ટેજ પરના લાભાર્થીઓની યાદી તૈયાર કરી ૫૦ લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભોનું વિતરણ અને અન્ય સ્ટોલ પરથી બીજા લાભાર્થીઓને લાભો નું વિતરણ કરવામાં આવે અને સુચારુ વ્યવસ્થા ઓ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અધિક નિવાસી કલેક્ટરશ્રી કેતન ઠક્કરે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને આપવાની કીટ, વિવિધ વિભાગના સ્ટોલ, લાભ વિતરણ માટેના મુખ્ય અને પેટા સ્ટેજ, લાભાર્થીઓ માટે પાણી વ્યવસ્થા, વાહન વ્યવસ્થા વગેરેના આયોજન અંગે જેને જવાબદારી સોંપવામાં આવી છે તે અધિકારીઓ કર્મચારીઓ દરેક કચેરી આયોજન કરી જરૂરી સંકલન કરી લે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એન.આર. ધાધલે જરૂરી સંકલન કર્યુ હતું. ગરીબ કલ્યાણ મેળામાં સમાજ કલ્યાણ સેવાઓ અને યોજનાઓના લાભાર્થીઓને, દિવ્યાંગોને,કારીગરો, મહિલા લાભાર્થીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રોજગાર લક્ષી લાભાર્થીઓ, ખેડૂત લક્ષી કીટ તેમજ વિવિધ વિભાગના આપવાના થતા સાધનો સહાય વિતરિત કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો વિજ્યેશ્વર મોહન