ગુજરાત ના સ્વિમર આર્યન નહેરાએ સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીત્યો

રાજકોટખાતેચાલીરહેલ ૩૬મી નેશનલ ગેમ્સ માં આર્યન નેહરા એ ગુજરાત ને સ્વિમિંગમાં સિલ્વર અપાવ્યો

ગુજરાતમાં રમાઈ રહેલ ૩૬મી નેશનલ ગેમ્સમાં રાજકોટ ખાતે ચાલી રહેલ સ્વિમિંગની સ્પર્ધામાં ગુજરાતનાં આર્યન નેહરા એ સિલ્વર મેડલ જીત્યો છે. . પુરુષોની ૧૫૦૦ મીટર ફ્રીસ્ટાઈલમાં આર્યને ૧૬:૦૩.૧૪ ના સમય સાથે દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો જ્યારે મધ્ય પ્રદેશના અદ્વેત પેજ એ ૧૫:૫૪.૭૯ સાથે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અનિશ ગૌડાએ ૧૬:૦૫:૯૪ સાથે તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ગુજરાત નું ગૌરવ વધારનાર આર્યન નેહરા એ પેરુ માં રમાયેલ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ બાદ તરત ફ્લોરિડા ખાતે સઘન તાલીમ લીધી હતી. સખત તાલીમ અને મહેનત થી મળેલ સફળતાની ખુશી વિજેતાઓના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: