રાપર શહેર ભાજપ દ્વારા દિવ્ય કાશી ભવ્ય કાશી નો કાર્યક્રમ શિવાલય ખાતે યોજાયો

કચ્છ – રાપર તારીખ – ૧૩/૧૨/૨૦૨૧ સોમવાર

રાપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ થી કાશી કોરીડોર પ્રોજેક્ટ લોકો માટે ખુલ્લો મુકી રહ્યા છે તે અન્વયે આજે રાપર શહેર ભાજપ દ્વારા નગાસર તળાવ ના રમણીય સ્થળ પર આવેલા પૌરાણિક નાગેશ્ચર મંદિર ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું 

જેમાં કાશી થી લાઇવ કવરેજ નિહાળવા મા આવ્યું હતું તો શિવાલય ના પુજારી નું સન્માન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલ કાર્યક્રમ ના ઈન્ચાર્જ ભિખુભા સોઢા નિલેશ માલી ની આગેવાની હેઠળ રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની શહેર મહિલા મોરચાના પ્રમુખ જસવંતી બેન મહેતા માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા બળદેવ ગામોટ દેવુભા વાધેલા રમેશ સાધુ વિનોદ ભાઈ માલી કેતન માલી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સનાતન ધર્મ માટે કાશી કોરીડોર પ્રોજેક્ટ એક ધાર્મિક મહત્વ માટે અપાર મહિમા ધરાવે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટ નું લોકાર્પણ કરવા મા આવ્યું તે ગૌરવ સમાન છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: