“એમ.એ.આઈ શાળા ખોલવડનુ ગૌરવ”

હાલમાં દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અસ્તાન કન્યા વિદ્યાલય, બારડોલી ખાતે યોજાઇ હતી જેમાં એમ.એ.આઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની સૈયદ સના ફાતેમા અલ્તાફ હુસેન એક પાત્ર અભિનય (ઝાંસીની રાણી)માં 9 જિલ્લાના સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રાદેશિક કક્ષામાં દ્વિતીય ક્રમે આવ્યા છે. અને શકીલા યાસીનભાઈ મુલતાની વક્તૃત્વ સ્પર્ધામાં તૃતીય ક્રમે આવ્યા છે. સૈયદ સના ફાતેમા અલતાફ હુસેન એકપાત્રિય અભિનયમાં હવે રાજ્ય કક્ષાએ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

શાળાનું ગૌરવ વધારનાર આ વિદ્યાર્થી નીઓને શાળાના આચાર્યશ્રી અબ્દુલ રસીદ ઉધરાતદાર અને એમ.એ.આઈ ના ટ્રસ્ટીશ્રીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. દ્વિતીય ક્રમે આવનાર સૈયદ સના ફાતેમાના માતા સૈયદ આયશા બેન એમ.એ. આઈ ઉચ્ચતર વિભાગ માં શિક્ષિકા તરીકે સેવા આપે છે. અને પિતાશ્રી સૈયદ અલતાફ હુસેન એંગ્લો ઉર્દુ હાઇસ્કુલ સોદાગરવાડ સુરત ખાતે શિક્ષક તરીકે સેવા આપે છે. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત