પરિણામો પછી EVMના રોદણાં રોવાનો શું મતલબ? બેલેટ પેપરથી મતદાન કરાવવા અત્યારથી જ મહેનત કરવી પડશે

EVM ના વિરોધમાં હોય એવાં ગુજરાતના તમામ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે જો તમે ઈચ્છતા હોય કે ૨૦૨૨ ની ચૂંટણીમાં મતદાન EVM થી નહીં પણ બેલેટ પેપરથી થાય તો એના માટે તમારે બહાર આવવું પડશે ઘરમાં બેઠાં બેઠાં કે સોશ્યલ મીડિયામાં હું તમારી સાથે છું લખી દેવાથી કશું જ થવાનું નથી જો ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી થઈ શકે તો વિધાનસભાની કેમ ન થઈ શકે? આના માટે આપણે સૌએ સાથે મળીને મહેનત કરવી પડશે EVMના વિરોધમાં હોય એવાં ગુજરાતના તમામ મતદારો પાસેથી આપણે બેલેટ પેપરથી મતદાન થાય એ બાબતના સોગંદનામાં એકઠાં કરવા માટે મતદારોનાં ઘર સુધી જવું પડશે આ માટે આપણે ગુજરાતની ૧૮૨ બેઠકોના ૬૦ હજાર બુથોની ટીમો બનાવી ગુજરાતના પાંચ કરોડ મતદારો સુધી પહોંચવું પડશે ચૂંટણીમાં જેમ રાજકીય પક્ષો દરેક મતદાર પાસે જાય છે એમ આપણે પણ દરેક મતદારો પાસે જઈને સોગંદનામાંની કોપી આપીશું જે મતદારો EVMની તરફેણમાં હશે એ સોગંદનામું નહીં કરે પરંતુ જે મતદારો EVMના વિરોધમાં હશે એ સોગંદનામાં ઉપર સહી કરી આપશે આમાં આપણે કોઈની સાથે વિવાદ કે જબરદસ્તી કરવાના નથી જેમ રાજકીય પક્ષો મત માટે જાય છે એમજ આપણે અભિપ્રાય લેવા જવાનું છે આ માટે આપણે 6 લાખ (બુથ દીઠ ૧૦ ) મિત્રોની જરૂર પડશે શું આપ આ ટીમમાં જોડાઈ મતદારોને પસંદગીનો ઉમેદવાર ચૂંટવા માટે મળેલો મતાધિકાર અને લોકશાહી બચાવવામાં સહભાગી બનશો? આ સર્વેથી એ નક્કી થઈ શકશે કે બહુમતી મતદારો કોની સાથે છે અને જો બહુમતી મતદારો EVMની વિરુદ્ધમાં હશે તો એ સાબિત થઈ જશે કે EVM નાં પરિણામો પ્રજામત નથી અને જ્યારે બાબત કરોડો મતદારોનાં બંધારણે આપેલા પસંદગીનો ઉમેદવાર ચૂંટવા માટેના અધિકારની હોય ત્યારે ચૂંટણીપંચને પણ બેલેટ પેપર વિશે વિચારવું જ પડશે આપણે કોઈ પક્ષના વિરોધમાં કે સમર્થનમાં નથી પરંતુ આનાથી એટલું ચોક્કસ સાબિત થઈ જશે કે ગુજરાતના બહુમતી મતદારો EVMની તરફેણમાં છે કે વિરોધમાં અને જો બહુમતી મતદારો EVMના વિરોધમાં હશે તો ચૂંટણી બેલેટ પેપરથી જ યોજાય એનાં માટે બંધારણની મર્યાદામાં રહીને ઉગ્ર લડત શરૂ કરવામાં આવશે અને જ્યાં સુધી બહુમતી મતદારોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

EVMના સમર્થકોને એટલું જ પૂછવા માગું છું કે જેમને EVMની શોધ કરી છે એ દેશમાં પણ EVMથી ચૂંટણી નથી થતી  એ સિવાય વિશ્વના વિકસિત દેશોમાં પણ ચૂંટણી બેલેટ પેપરથી થાય છે તો પછી આપણાં દેશમાં શેના માટે EVM નો આટલો બધો આગ્રહ રખાય છે? જનતા ઉપર વિશ્વાસ હોય એમણે બેલેટ પેપરથી ડરવાની જરૂર જ નથી જે જનતા EVMથી મત આપતી આવી છે એ બેલેટ પેપરથી પણ આપશે જ… આપના વિસ્તારની ટીમમાં જોડાવા માટે 8160998177 ઉપર ફોન કરશોજી અથવા 9825926951 ઉપર આપનું નામ અને શહેર લખી વ્હોટસએપ મેસેજ કરશોજી જો સાથે મળીને પ્રયત્ન કરીશું તો પરિણામ મળશે અને ઘરમાં બેસી રહીશું તો પરિણામો પછી EVMનાં રોદણાં રોવા સિવાય કે પછી બીજા પાંચ વર્ષ રાહ જોયા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચતો નથી આપે નક્કી કરવાનું છે કે છ મહિના લડવું છે કે હજુ બીજા પાંચ વર્ષ રાહ જોવી છે જય ગુજરાત સહ અતુલ દવે (પ્રમુખ – ગુજરાત નવનિર્માણ સેના)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: