રાપર તાલુકા મા ૩૩૭૪૩ બાળકો ને પોલીયો ના ટીંપા આપવામાં આવશે

રાપર આજે ૨૭ ફેબ્રુઆરી એટલે વિશ્વ પ્લસ પોલીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે દરમિયાન દરેક સ્થળે પોલીયો ના ટીંપા જન્મ થી પાંચ વર્ષ ના બાળકો ને આપવામાં આવે છે આ ટીંપા ના લીધે બાળક પોલીયો ના લીધે અપંગ ના બને તે માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પોલીયો નાબૂદ કરવા માટે બીડું ઝડપ્યું છે

તે નિમિત્તે પૂર્વ કચ્છ ના રાપર તાલુકામાં આજે કુલ ૩૩૭૪૩ બાળકો ને પોલીયો ના ટીપાં આપવામાં આવે છે જેના માટે ૧૬૧ બુથ પર ૬૮૪ કર્મચારીઓ દ્વારા ૩૭૦ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે તો રાપર શહેરમાં ૨૩ સ્થળ પર ૪૭૧૫ બાળકો ને ટીંપા આપવામાં આવેલ છે ઉપરાંત કુલ ઘર ૪૪૬૨૭ મા ૨૮/૦૨/૨૦૨૨ તા.૦૧/૦૩/૨૦૨૨ ના ટીમો દ્વારા પોલીયો ટીંપા આપવામાં આવશે રાપર તાલુકાના નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બે સામુહિક આરોગ્ય કેન્દ્ર પાંસઠ સબ સેન્ટર તેમજ ૨૭૪ આંગણવાડી કેન્દ્રો પર પોલીયો ની કામગીરી હાથ ધરવામાં આવી છે

આજે હાથ ધરવામાં આવેલ કામગીરી દરમિયાન અર્બન હેલ્થ સેન્ટર ના ડો. પૌલ તાલુકા હેલ્થ ઓફિસર ડો રોય રામજી ભાઈ પરમાર ડો. કપિલ પટેલ ડો. ભુમિકા મહેરા ડો. નિલમ આહિર વેણુ વડવાઈ મનિષા કટારીયા નવિનભાઈ પરમાર દિનેશ મકવાણા કરશન પરમાર ભાવેશ પટેલ વિગેરે એ કામગીરી હાથ ધરી હતી. રીપોર્ટ – કચ્છ બ્યુરો ચીફ રાજ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: