ત્રણ છરી તથા એક લાકડીના ધોકા સાથે એક ઈસમને પકડી જાહેરનામાં ભંગનો ગુનો નોધતી પધ્ધર પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભસિંધ સાહેબ પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ – ભુજનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ , ભુજનાઓના માર્ગદર્શન હેઠળ તથા પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સ.ઈ.શ્રીની સુચનાથી મે.શ્રી જીલ્લા મેજી.સા.કચ્છ ભુજના હથીયારબંધીના જાહેરનામાંનો ભંગ કેસો શોધવા શેખપીર ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક સીલ્વર કલરની ફોર વ્હીલર મારૂતી સુઝુકી અલ્ટો ગાડી રજી નં . જોતા GJ – 12 – J – 1423 વાળી ગાડીને ચેક કરતા જેમાં કોઈ કોગ્નીઝેબલ ગુનો કરવાના ઈરાદે ગાડીમાં છરી નંગ -૦૩ તથા એક લાકડીનો ધોકો રાખેલ હોઈ જેથી તેની વિરૂધ્ધ મે.શ્રી જીલ્લા મેજી.સા.કચ્છ ભુજના હથીયારબંધીના જાહેરનામાં મુજબ ઈસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલ આરોપીના નામ સરનામા – (૧) મુસ્તાક સ / ઓફ ઇલિયાસ હિંગોરા ઉ.વ .૨૨ રહે.કોટડા રોહા તા.નખત્રાણા કચ્છ કબ્જે કરેલ મુદામાલ (૧) છરી નંગ -૦૩ તથા એક લાકડીનો ધોકો કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી ઉપરોકત કામગીરીમાં પથ્થર પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ . વિરેન્દ્રસિંહ આર . જાડેજા તથા પો.કોન્સ . વિનોદભાઈ એન . ચૌધરીનાઓ જોડાયેલ હતા

Leave a Reply

Your email address will not be published.

error: