ચોરી ના સામાન સાથે બે આરોપી પકડી પાડતી પાડતી લાકડીયા પોલીસ 

ભચાઉ તાલુકાના લાકડિયા શિવલખા રોડ પર અદાણી કંપનીની વીજ ટાવરની સાઈડ ઉપરથી બોલેરોમાં આવેલા બે ઈસમો માલ સમાન ઉઠાવી જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી  લાકડિયા  શિવલખા રોડ પર કંપની દ્વારા હાલ તાર ખેંચવાની કામગીરી ચાલી રહી છે . બોલેરોમાં આવેલા બે ઈસમો કોઈને પુછયા વગર વાયરો ઉપાડી ગયા હતા . પોલીસે ગણતરીના કલાકોમાં બોલેરો જીપ સહિત બંને આરોપીઓને પકડી પાડ્યા છે . લાકડિયા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ પીઆઈ એમ.એન. દવેને મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે તપાસ કરતાં આરોપીઓ બળુભા ઉર્ફે બડુભા ચનુભા જાડેજા તથા સહદેવસિંહ જાલમસિંહ જાડેજા ( રહે બંને વસટવા , તા . ભચાઉ ) વાળાની ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની માહિતી મળતાં બંને અટકાયત કરી હતી . આરોપીઓ પાસેથી કુલ ૨,૪૪,૩૦૦ ની કિંમતની અલગ અલગ સામગ્રી પોલીસે કબ્જે કરી હતી. લાકડિયા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: