રાપર ખાતે કવિ સંમેલન અને પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

આજે રાપર ખાતે આવેલ પૌરાણિક રવિભાણ સંપ્રદાય દરીયાસ્થાન મંદિર ખાતે અમદાવાદ ના મહેફીલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કવિ સંમેલન અને પુસ્તક વિમોચન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુસ્તક કુંપળ ની ક્રાંતિ સંપાદિત મહેફીલ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ નુ વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેફીલ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દશરથભાઈ પંચાલ. વરુણ ભાઈ રીંગ વાલા મુકેશ સોજિત્રા રાપર દરીયાસ્થાન મંદિર ના સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજ માજી ધારાસભ્ય પંકજ મહેતા રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની શહેર યુવા ભાજપ ના મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા રવજીભાઈ ગાબાણી નરેશ ભાઈ અંતાણી કમલ પાલનપુરી મેઘાવીબેન રાવલ ડો. રેખા બેન શાહ મોરારદાન ગઢવી ડો. માધવ મઠ સામજી ભાઈ માલી રમજાન હાસણીયા નિલેશ માલી નવિનભાઇ માલી ધર્મેન્દ્ર કચ્છી કાંતિ ભાઈ માલી જયસુખભાઈ ગૌસ્વામી સુર્ય શંકર ગોર દિનેશ ભાઈ સોની માદેવ બારડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

પુસ્તક વિમોચન બાદ કવિ સંમેલન યોજાયું હતું જેમાં તેર જેટલા કવિઓ એ પોતાની રચના રજૂ કરી હતી પુસ્તક વિમોચન ગોષ્ઠી કવિ સંમેલન હાસ્ય સભર રચના વાગડ ની વિરાસત આધ્યાત્મિક વિચારો વિગેરે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ભુજ રાપર સહિત ગુજરાત ના લેખકો અને કવિઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મુકેશ ઠકકર અને મેઘાવીબેન રાવલે કર્યું હતું આભાર વિધિ દશરથભાઈ પંચાલ દ્વારા કરવામાં આવી હતી – કચ્છ બ્યુરો ચીફ – રાજ રાજગોર




